લોકસભા ચૂંટણી પહેલાં 11 પાર્ટીઓએ મિલાવ્યો હાથ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી પહેલાં ત્રીજા મોરચાના ઉદભવના સંકેત આપતાં બિન કોંગ્રેસી અને બિન ભાજપી 11 પક્ષોએ સંસદમાં બુધવારે એક બ્લોક બનાવવાની જાહેરાત કરી, જેની જનોન્મુખી, સાંપ્રદાયિકતા વિરોધી અને સંઘીય એજન્ડા થશે.

આ જાહેરાત સંસદ પરિસરમાં એક સંયુક્ત પ્રેસ કોંફરન્સના માધ્યમથી ઉક્ત પાર્ટીઓના નેતાઓએ કર્યું, આ બ્લોકમાં ચાર વામ દળ, સપા, જેડીયૂ, અન્નાદ્રમુક, અસમ ગણ પરિષદ, ઝારખંડ વિકાસ મોરચો, જદ એસ અને બીજદ સામેલ છે.

માકપા નેતા સીતારામ યેચૂરી અને જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે કહ્યું હતું કે ગત વર્ષે ઓક્ટોબરમાં આ જ દળોની દિલ્હીમાં બેઠક થઇ હતી. હવે બીજું પગલું ભર્યું છે. સીતારામ યેચૂરીએ કહ્યું હતું કે પ્રાથમિક રીતે જનતાને પ્રભાવિત કરનાર મુદ્દા ઉપાડવા માટે આ બ્લોક બનાવવામાં આવ્યો છે. ભ્રષ્ટચાર વિરોધી છ ધારાસભ્યોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે 11 પક્ષો સુનિશ્વિત કરશે કે હંગામા વચ્ચે કોઇ ખરડો પસાર થઇ ન શકે કારણ કે સત્તાધારી પાર્ટી અને યુપીએ આ ખરડાને પસાર કરાવીને આને ચૂંટણીલક્ષી મુદ્દો બનાવવામાં આવે છે.

sitaram-yechury

શિયાળું સત્ર બાદ બ્લોકના ભવિષ્ય પર કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સીતારામ યેચૂરીએ કહ્યું હતું કે ભાવિ કાર્યક્રમની જાહેરાત જલદી જ કરવામાં આવશે. સપાના રામગોપાલ યાદવે પણ કહ્યું હતું કે 11 પક્ષોના નેતા ભાવિ રણનિતી બનાવવા માટે ટૂંક સમયમાં બેઠક કરશે. આ બ્લોકના ભવિષ્યને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો કારણ કે તેમાં સામેલ પક્ષોનો એકબીજા 'દગો' આપવાનો ઇતિહાસ રહ્યો છે. જવાબમાં ભાકપાના ગુરૂદાસ દાસગુપ્તાએ કહ્યું હતું કે પૂર્વમાં જે કંઇપણ થયું, હવે સંભવત: ઘટિત ન થાય કારણ કે ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરતો નથી. સીતારામ યેચૂરીએ કહ્યું હતું કે બ્લોક ઘટક દળ આશાન્વિત છે કારણ કે દુનિયા ફક્ત વિશ્વાસ પર ટકેલી છે.

English summary
Leaders of non-Congress and non-BJP parties met here on Wednesday and decided to join hands as a 'federal front' ahead of the Lok Sabha elections due by May this year.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.