For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ વાયુસેના પ્રમુખ ત્યાગીને લુક આઉટ નોટીસ ફટકારાઇ: એંટની

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

a-k-antony
નવી દિલ્હી, 7 મે: સરકારે સોમવારે જણાવ્યું હતું કે અગસ્તા વેસ્ટલેંડ હેલિકોપ્ટર સોદામાં કથિત અનિયમિતતા સંબંધમાં વાયુસેનાના પૂર્વ પ્રમુખ સહિત ભારતમાં કેટલા અન્ય લોકો વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે.

લોકસભામાં જે એમ એરન રાશિદ અને હરિચંદ્ર ચૌહાણના પ્રશ્નના લેખિત જવાબમાં રક્ષા મંત્રી એ કે એંટનીએ કહ્યું હતું કે સીબીઆઇએ આ મુદ્દે એક પૂર્વ વાયુ સેના પ્રમુખ સહિત ભારતમાં કેટલાક અન્ય વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે. આ મુદ્દે હજુ તપાસ ચાલી રહી છે.

એ કે એંટનીએ જો કે વાયુ સેના પ્રમુખનું નામ લીધુ ન હતું, પરંતુ આ કેસમાં પૂર્વ એર ચીફ માર્શલ એસ પી ત્યાગીની ભૂમિકા અંગે સીબીઆઇ તપાસ કરી રહી છે. રક્ષા મંત્રીએ એમપણ જણાવ્યું હતું કે આ કેસમાં ઇટલીથી પ્રારંભિક દસ્તાવેજોનો સેટ મળી ગયો છે. આ દસ્તાવેજોમાં બુસ્તો અર્સિજો, ઇટલીમાં પ્રારંભિક તપાસ માટે ન્યાયાધીશ દ્વારા તપાસ તથા જપ્તી સંબંધી આદેશની કોપી, એમએસ અગસ્તા વેસ્ટલેંડ સ્પા, ઇટલી સાથે કોન્ટ્રાક્ટ્સની કેટલીક કોપી સામેલ છે.

English summary
The CBI has issued a lookout notice against a former Indian Air Force chief in connection with alleged irregularities in procurement of VVIP helicopters, A K Antony told the Lok Sabha on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X