For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 ઓક્ટોબરથી LPG સબસીડી ડાયરેક્ટ બેંકના ખાતામાં જમા થશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gas-cylinders
નવી દિલ્હી, 28 એપ્રિલ: સરકારના આધારિત પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી એક ઓક્ટોમ્બરથી 14 કરોડ એલપીજી ગ્રાહકોને સબસીડી તેમના ખાતામાં નાખવાની યોજના બનાવવામાં આવી છે. આધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે દેશભરમાં એલપીજી માટે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર (ડીબીટી) યોજના સંભવત 1 ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એલપીજી સબસીડીના ટ્રાન્સફરના લાભાર્થીઓની સંખ્યા વધારે હશે અને તેમના માટે બેંક એકાઉન્ટ ખોલવાની તથા તેમને આધાર સાથે જોડાવાની જરૂરિયાત પડશે. બેંકોને કહેવામાં આવ્યું છે કે આ યોજના રજૂ કરવા માટે તૈયાર રહે. ઉપભોક્તાએ એલપીજી સબસીડીનો લાભ મેળવવા માટે પોતાના બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર એડ કરવો પડશે. હર ઉપભોક્તાને વાર્ષિક 4,000 રૂપિયાની સબસીડી મળશે. દરેક ઉપભોક્તાને વાર્ષિક સબસિડીવાળા 9 સિલિન્ડર મળશે.
યૂઆઇડીએઆઇએ અત્યાર સુધી લગભગ 32 કરોડ આધાર કાર્ડ રજૂ કર્યા છે પરંતુ હજુ સુધી 80 લાખ બેંક એકાઉન્ટ આધાર સંખ્યા સાથે જોડાયા છે. એલપીજી સબસિડી માટે પાયલોટ પરિયોજના હેઠળ 15 મે સુધી દેશના 20 જિલ્લામાં આ સુવિધા પુરી પાડવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સબસિડી ટ્રાન્સફરની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે. ઉપભોક્તાઓને હાલની બજાર કિંમત પર (દિલ્હીમાં 901.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર) પર ખરીદવો પડશે અને સબસીડીની રાશી બેંક ખાતામાં મોકલવામાં આવશે. નાણામંત્રીએ સાર્વજનિક ક્ષેત્રોની બેંકોને કહેવામાં આવ્યું છે કે તે ખાતાઓને આધાર સાથે જોડવાની પ્રક્રિયા ઝડપી કરે.

સરકારને આશા છે કે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરથી એલપીજી કનેકશન અને સિલિન્ડરોનો દુરૂપોય ખતમ થઇ જશે. ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર યોજના હેઠળ સબસીડી અને અન્ય લાભ સીધા આધાર સાથે જોડાયેલા લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે. બીજી તરફ નાણામંત્રી પી ચિદંમ્બરમ મોન્ટેક સિંહ અહલૂવાલિયા, વીરપ્પા મોઇલી અને જયરામ રમેશ સોમવારે રાજ્યના અધિકારે સાથે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર યોજનાની સમીક્ષા કરવાના છે.

English summary
The government plans to provide subsidy to 14 crore LPG subscribers directly in their bank accounts from October 1, using the Aadhaar payment platform.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X