For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂકંપથી દિલ્હી સહિત ઉત્તર ભારત ધ્રુજી ઉઠ્યું, કેન્દ્ર પાકિસ્તાન, તિવ્રતા 7.4

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં આવેલા તીવ્ર ભૂકંપથી ભારતની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 7.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવારનથી 69 કિલોમીટરના અંતરે હતું અને તેના ઝટકા કરાંચી, હૈદ્વાબાદ, લરકાના અને સિંધ પ્રાંતના અન્ય કસબાઓમ અને શહેરોમાં અનુભવાયા હતા.

અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તિવ્રતા રિક્ટર પ્રમાણે 7.4 માપવામાં આવી હતી. ભૂકંપ પાકિસ્તાની સમય અનુસાર 4.29 મિનિટ પર આવ્યો હતો. આ બલૂચિસ્તાનમાં દક્ષિણ પશ્વિમી શહેર ખુજદારમાં 23 કિલોમીટરની ઉંડાઇએ આવ્યો હતો. પાકિસ્તાનના મૌસમ વિભાગના અનુસાર કેન્દ્ર ખુજદારથી 120 કિલોમીટરના અંતરે હતો. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા સંદેશોમાં કેટલાક પાકિસ્તાઓએ કહ્યું હતું કે ભૂકંપના ઝટકા સમગ્ર કરાંચી અને ઇસ્લામાબાદમાં અનુભવાયા હતા. કેટલાક સ્થળો પર લોકો મહુમાળી બિલ્ડિંગોથી બહાર નીકળી આવ્યા હતા.

earthquake

ભારતની રાજધાની દિલ્હીમાં આજે સાંજે 5.05 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. દિલ્હી ઉપરાંત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ઝટકા અનુભવાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં કેટલીક જગ્યાએ ઘર ધ્રુજવા લાગ્યા હતા. લોકો ઘર છોડીને બહાર દોડી આવ્યા હતા. દિલ્હી અને નોઇડાની ઉંચી બિલ્ડિંગો તથા ઓફિસોમાં બેઠેલા લોકોએ આ ઝટકા અનુભવ્યા હતા, ત્યાર ઘભરાયેલા લોકો બહાર દોડી આવ્યા હતા. હવામાન વિભાગના અનુસાર ભૂકંપની તિવ્રતા 7.4 હતી. જો કે પાકિસ્તાનના જીયો ટીવીનું કહેવું છે કે આ રિક્ટર સ્કેલના આધારે ભૂકંપની તિવ્રતા 7.8 હતી. પાકિસ્તાનના બલૂચિસ્તાન ઉપરાંત કરાંચી, ક્વેટા અને હેદ્રાબાદમાં પણ લગભગ દોઢ મિનિટ સુધી ભૂકંપના તિવ્ર ઝટકા અનુભવાયા હતા. ભૂકંપથી જાનમાલને કોઇપણ પ્રકારનું નુકસાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

English summary
Tremors were felt in the national capital and other parts of north India on Tuesday when a powerful 7.8-magnitude earthquake struck a remote mountainous part of southwestern Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X