For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપ: શશિ થરૂરના વિવાદાસ્પદ નિવેદન પર કોંગ્રેસે હાથ ઉંચા કરી દિધા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shashi-tharoor
નવી દિલ્હી, 2 જાન્યુઆરી : સામૂહિક બળાત્કારની 23 વર્ષીય પીડિતાનું નામ સાર્વજનિક કરવાના સર્મથન કરવા અંગે કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની વિવાદાસ્પદ ટિપ્પણીના મુદ્દે કોંગ્રેસે હાથ ઉંચા કરી દિધા છે.

શશિ થરૂરની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપવાના મુદ્દે પાર્ટી પ્રવક્તા રાશિદ અલ્વીએ સંક્ષેપમાં કહ્યું હતું કે આ તેમનો વ્યક્તિગત વિચાર છે. માઇક્રોબ્લોલિંગ સાઇટ ટ્વિટર પર પોતાની ટિપ્પણીમાં માનવ સંશાધન વિકાસ મંત્રી શશિ થરૂરે એમ પણ કહ્યું છે કે જો પીડિતાના પરિવારને કોઇ વાંધો ન હોય તો બળાત્કાર સાથે જોડાયેલા સંશોધિત કાયદાનું નામકરણ પીડિતાના નામ પર કરવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં એક ચાલુ બસમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી આ છોકરીનું 29 ડિસેમ્બરના રોજ સિંગાપુરની હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.

તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠના નેતાએ શશિ થરૂરની ટિપ્પણીના મુદ્દે સરકાર તરફ આંગળી કરતાં કહ્યું હતું કે શશિ થરૂર કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય છે. સરકારના અંગે પ્રતિક્રિયા આપવા દો. અમારે કશું જ કહેવું નથી.

English summary
In remarks that can stoke a controversy, Shashi Tharoor on Tuesday favoured making public the identity of the gang rape victim wondering what interest is served by keeping her name under wraps.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X