For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો પ્લાન તૈયાર, પહેલાં 2 વર્ષ સુધારો પછી 3 વર્ષ વિકાસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi602
નવી દિલ્હી, 5 જૂન: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો માટે સારા દિવસો લાવવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. નરેન્દ્ર મોદી સરકારે પોતાના કાર્યકાળના 5 વર્ષને બે ભાગમાં વહેંચી દિધો છે. પોતાના પાંચ વર્ષ માટે તેમનો એજન્ડા તૈયાર થઇ ચૂક્યો છે. આ એજન્ડાના અનુસાર નરેન્દ્ર મોદી સરકાર પહેલાં 2 વર્ષ ઇકોનોમીની હાલત સુધારવાના પર કામ કરશે તો આગામી 3 વર્ષમાં તેનો જોરદાર વિકાસ અને ઇકોનોમીને આગળ લઇ જવા પર હશે.

નરેન્દ્ર મોદી સરકારનું માનવું છે કે પહેલાં બે વર્ષમાં રોકાણકારોનો વિશ્વાસ ફરીથી સરકારની નીતિઓમાં કાયમ કરવો પડશે. તેના માટે મહત્વપૂર્ણ પગલાં ભરવા પડશે. ઇકોનોમીને મજબૂત કરવા અને નુકસાન ઓછું કરવા પર ધ્યાન આપવું પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારનો ભાર લોકલોભામણી કે જલદી ઉપાયોના બદલે વિરાસતમાં મળેલી લડખડાતી ઇકોનોમીને સુધારવાની ઠોસ યોજનાઓ પર હશે. દેશના તાત્કાલિક ઇકોનોમીની વાત કરીએ તો રૂપિયાની હાલત ખરાબ છે. અર્થવ્યવસ્થા લથડી ગઇ છે. સરકારની સામે ગંભીર પડકારો છે. એવામાં નરેન્દ્ર મોદી સરકારના આગામી બે વર્ષોમાં બિઝનેસ સેંટિમેંટ સુધારવાની દિશામાં કામ કરશે. જ્યારે બાકીના 3 વર્ષમા6 એનડીએ સરકાર વિકાસ પર ફોકસ કરવાની છે.

English summary
The Narendra Modi government will take a series of steps to rebuild investor confidence while keeping fiscal consolidation firmly in sight as part of its plan to mend the economy in the next two years and then make an aggressive push for growth in the remaining three years of its term.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X