For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણી સાથે થયેલી બેઠક 'અદભૂત': મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મે: ભાજપ દ્વારા વડાપ્રધાનના પદની ઉમેદવારીની દોડમાં સૌથી આગળ માનવામાં આવતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે થયેલી પોતાની મુલાકાતને અદભૂત ગણાવી છે.

ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવેલા નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણી ઉપરાંત પૂર્વ પાર્ટી અધ્યક્ષ નિતિન ગડકરી સાથે પણ મુલાકાત કરી હતી. હોવામાં 8 અને 9 જૂનના રોજ યોજાનારી રાષ્ટ્રીય પરિષદની બેઠક પહેલાં પાર્ટીના સંસદીય બોર્ડની આજે બેઠક બોલાવવામાં આવી હતી.

નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર કહ્યું હતું કે આજે હું દિલ્હીમાં છું. દિલ્હી આગમન પર અડવાણીજી સાથે બેઠક અદભૂત રહી. હવે નિતિન ગડકરીને મળવા જઇ રહ્યો છું.' લાલકૃષ્ણ અડવાણી સાથે લગભગ 40 મિનિટ સુધી નરેન્દ્ર મોદીની વાતચીત થઇ હતી.

narendra-modi-advani

નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અને પાર્ટીનો એક વર્ગ તેમને લોકસભાની ચૂંટની પહેલાં જ વડાપ્રધાન પદના ઉમેદવાર કરવાની માંગણી કરી રહ્યો છે.

પાર્ટીની સંસદીય બોર્ડની ઉચ્ચ નિર્ણય એકમ છે. રાજનાથ સિંહે પાર્ટી અધ્યક્ષ બન્યા પછી નરેન્દ્ર મોદીને તેમાં સામેલ કર્યા છે. રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળા આ બોર્ડમાં અટલ બિહારી વાજપેય, લાલકૃષ્ણ અડવાણી, સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી સહિત 12 સભ્યો છે.

English summary
Ahead of BJP's Parliamentary board meeting on Tuesday, Gujarat Chief Minister Narendra Modi met senior party leader LK Advani in the national capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X