નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે દિલ્હીમાં 'રૉક શો'

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાઇબર જગતમાં તેમના નામના પહેલાં બે અક્ષર 'નમો' (નરેન્દ્ર મોદી)ના નામથી ઘણા લોકપ્રિય છે. આ કન્સર્ટમાં પંચતરિણી અને એપ્સ બેંડની 'મોદી મેં હૈ દમ' અને 'નમો નમો'ની સંભળાશે. આ ગીતોમાં મેટલ, રૉક અને લોક સંગીતનું મિશ્રણ છે. આ અભિયાનમાં એનીમેટેડ કોમીક બુક આધારિત મોદીની જીવનગાથાની સાથે સ્ટિકર અને સામાન પણ રજૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની જંગ માટે ભાજપના ચૂંટણી અભિયાન સમિતિની કમાન નરેન્દ્ર મોદી સંભાળશે. વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની સલાહને નજરઅંદાજ કરી પાર્ટી નેતૃત્વમાં નરેન્દ્ર મોદીને લઇને લગભગ સહમત થઇ ગઇ છે. પાર્ટીના ગોવા સંમેલનમાં ચૂંટણી અભિયાન સમિતિની જાહેરાત થવાની સંભાવના છે.
અડવાણીની ઇચ્છા હતી કે પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીને ચૂંટણી અભિયાન સમિતિની જવાબદારી સોંપવામાં આવે. તે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને આ સલાહ આપી ચૂક્યાં છે. રાજનાથ ખબર છે કે આ સલાહનો અમલ કરવાથી નરેન્દ્ર મોદી નારાજ થઇ છે.












Click it and Unblock the Notifications
