હવે દિલ્હીમાં ભરાશે નહી દરબાર, ઓનલાઇન નોંધાશે ફરિયાદ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 13 જાન્યુઆરી: પ્રજાના રિયલ નાયક તરીકે પોતાને સાબિત કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જનતાનો દરબાર લગાવ્યો હતો જેથી પ્રજાની ફરિયાદોને સીધી સાંભળી શકાય. શનિવારે જનતાના દરબારમાં બેકાબૂ ભીડના લીધે જનતા દરબાર સ્થગિત કરવો પડ્યો. મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ હવે દરબાર ભરશે નહી.

'આમ આદમી પાર્ટી' (આપ) સરકાર દ્વારા દિલ્હી સચિવાલયની સામે લગાવવા આવેલા બહુપ્રતીક્ષિત પ્રથમ દરબારમાં શનિવારે અફડાતફડી અને અવ્યવસ્થા જોવા મળી હતી જેના લીધે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અધવચ્ચે જ ત્યાંથી નિકળી જવું પડ્યું હતું. પોતપોતાની ફરિયાદ નોંધાવવા આવેલા હજારો લોકો વચ્ચે એકબીજાથી આગળ નિકળવાની હોડ જામી હતી.

અવ્યવસ્થાના કારણે બેઠક અધવચ્ચે છોડીને જતા રહ્યાં હતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ત્યાં આવ્યા અને સચિવાલયન ધાબા ઉપર ઉભા રહીને ભીડને કહેવા લાગ્યા હતા કે 'તમે લોકો પાછા જાવ. અમને વ્યવસ્થાને યોગ્ય કરવા માટે થોડો સમય આપો. અમે તમારી બધી ફરિયાદોનું સમાધાન કરીશું. આગામી વખતે અમે સારી સુવિધા કરીશું.

arvind-cm-delhi

મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના લોકોની સમસ્યાના સમાધાન માટે જ્યાં એકઠા થયા હતા, ત્યાં ભારે ભીડ જામી હતી. દિલ્હી પોલીસ અને સશસ્ત્ર સીમા બળ (એસએસબી) કર્મીઓને ભીડને કાબૂ કરવામાં સમસ્યા ઉભી થઇ રહી હતી. કેટલાક સ્થળોએ લોકોએ બેરક તોડી નાખ્યા હતા. મુલાકાત માટે ઉમટી પડેલી ભીડને લીધે અરવિંદ કેજરીવાલને અધવચ્ચે જ નિકળી જવું પડ્યું હતું.

દિલ્હી સચિવાલય બહાર જનતા સાથે મુલાકાત દરમિયાન જ્યારે ભીડ બેકાબૂ બની ગઇ તો પોલીસ કર્મીઓ મુખ્યમંત્રીને તેમના કાર્યાલય લઇ ગયા. તેમણે કહ્યું હતું કે 'અમારે વ્યવસ્થા વધુ સારી કરવી પડશે.' જો હું ત્યાં ના હટતો નહી તો નાસભાગ મચી જાત. દરેક મળવા માંગે છે. અમે વ્યવસ્થા મજબૂત કરવી પડશે જેથી આ પરિસ્થિતી ફરીથી ન સર્જાઇ.' લોકોની સમસ્યાઓ સાંભળવા માટે ઇન્દ્રપ્રસ્થ એક્સટેંશનમાં યોજાયેલી બેઠકમાં દિલ્હી સરકારનું મંત્રીમંડળ હાજર હતું.

અરવિંદ કેજરીવાલે સંવાદદાતાઓને કહ્યું હતું કે અમે વિચાર્યું પણ ન હતું કે આજે આટલા બધા લોકો આવશે. તેમને સંભાળવવા મુશ્કેલ થઇ રહ્યાં છે. જો હું ત્યાંથી ખસી ના ગયો હોત તો નાસભાગ મચી જાત. પોલીસનું અનુમાન છે કે સચિવાલયની સામે લગભગ 50 હજાર લોકો આવ્યા હતા. ભીડમાં ખાસ કરીને કાયમી કરવા અને અન્ય માંગોની સાથે ડીટીસી, વિજ કંપની બીએસઇએસ, વિભિન્ન સરકારી હોસ્પિટલો, નગર પાલિકા સહિત સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનાર કર્મચારી પણ હતા.

English summary
Days after chaos prevailed at Delhi Chief Minister Arvind Kejriwal's first 'Janta Darbar', the CM has announced that it will not be held anymore.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.