ભાગવતની સલાહ, કહ્યું આપણું કામ નમો-નમો જપવાનું નથી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 માર્ચ, 11 માર્ચ: સંઘ પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યકર્તાઓને આકરો સંદેશ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યું છે કે ભાજપ માટે કામ કરતી વખતે સંગઠને પોતાની મર્યાદા ઓળંગવી જોઇએ નહી. તેમણે કહ્યું હતું કે સંઘે વ્યક્તિ વિશેષ તરફ ચલાવવામાં આવતાં કેમ્પેન અથવા ચળવળથી દૂર રહેવું જોઇએ.

બેંગ્લોરમાં સંઘની પ્રતિનિધિ સભાને સંબોધિત કરતાં મોહન ભાગવતે કહ્યું હતું કે આપણે એ વાત ભૂલવી ન જોઇએ કે આપણે રાજકારણમાં નથી. આપણું કામ નમો-નમો (નરેન્દ્ર મોદી-નરેન્દ્ર મોદી) કરવું નથી પરંતુ આપણે લક્ષ્ય માટે સતત કામ કરવું જોઇએ.

mohan-bhagwat

ભાગવતે કહ્યું હતું કે હાલની સ્થિતીમાં નિર્લિપ્ત ભાવથી કામ કરવું વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે આપણી પોતાની મર્યાદા છે. આપણે તોડવી ન જોઇએ. ભાગવતે આ ટિપ્પણીઓ મુક્ત ચિંતન દરમિયાન પ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓના જવાબમાં કરી. પ્રતિનિધિ સભાની બેઠકમાં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ અને ભાજપના સંગઠન મહાસચિવ રામલાલ પણ હાજર હતા.

English summary
In a strong message to RSS cadres, its chief, Mohan Bhagwat, has said the organisation should not cross its “maryada” (limits) while working for the BJP, and it should stay away from any personality-driven campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X