For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિયાળુ સત્રની હંગામેદાર શરૂઆત, કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manmohan-singh-prime-minister
નવી દિલ્હી, 22 નવેમ્બર:સંસદના શિયાળુ સત્રની શરૂઆત હંગામેદાર રહી છે અને કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષોએ હંગામો મચાવતાં બંને સદનોની કાર્યવાહીને આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. સપા અને બસપાના સભ્યોએ હંગામાના કારણે લોકસભાની કાર્યવાહી શરૂ થયાના અડધા કલાક બાદ બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરી દિધી હતી.

બંને સદનોની કાર્યવાહીને આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં બંને સદનોમાં સ્વર્ગીય બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસને અવિશ્વાસના પ્રસ્તાવની નોટીસ આપી છે. ટીએમસી નેતા સુદીપ બંદોપાધ્યાયે નોટીસ આપી છે. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના 19 સભ્યો છે. રીટેલ ક્ષેત્રે એફડીઆઇનો વિરોધ કરતાં મમતા બેનર્જી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે મક્કમ છે જો કે આ મુદ્દે વિપક્ષી દળોમાં એકજુટતા જોવા મળતી નથી.

Updated: 02:04 PM

શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં સ્થગિત: સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર

નવી દિલ્હી, 22 નવેમ્બર: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ગયું છે, શિયાળુ સત્રની શરૂઆત થતાંની સાથે જ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વડાપ્રધાને શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં કહ્યું છે કે બધા પક્ષોનો સાથ જરૂરી છે. આ સત્રમાં એફડીઆઇ પર સખત ચર્ચા થઇ શકે છે. કોંગ્રેસે સંપૂર્ણ તાકાત લગાવી વિપક્ષ સહિત બધા વિરોધી દળોને મનાવીને સત્ર ચલવવામાં આવે પરંતુ હજુ સુધી સરકારની મુશ્કેલી ઓછી થઇ નથી.

એફડીઆઇના વિરોધમાં ભાજપ પહેલાંથી જ મોરચો માંડીને બેઠી છે અને આ મુદ્દે વોટિંગ કરાવવાની માંગણી કરી ચુકી છે તો બીજી તરફ મમતા બેનર્જી આ મુદ્દે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાના મૂડમાં છે પરંતુ તેમને આ મુદ્દે બધા વિરોધી દળોને સાથ આપવાની અપીલ કરી છે પરંતુ હાલમાં તેમની સાથે કોઇ નથી.

સપા અને બસપા બંનેએ વડાપ્રધાનના ડિનરમાં ભાગ લઇ તેમની સાથે રહેવાના સંકેત આપ્યા હતા, તે વારંવાર કહી રહ્યાં છે કે તે એફડીઆઇના વિરોધમાં છે. પરંતુ સરકારને ધરાશય કરવાના પક્ષમાં નથી તો બીજી તરફ ભાજપ બાલ ઠાકરેના નિધનના કારણે તે વડાપ્રધાનની પાર્ટીમાં ભાગ લઇ શકી ન હતી, પરંતુ તેના નખરાં બતાવી રહી છે કે તે એફડીઆઇ માટે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાના મૂડમાં નથી જો કે આ મુદ્દે ચર્ચા કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો પ્રયત્ન અને વિરોધીઓના તીખા વલણ જોતાં સંસદ આ વખતે ચાલે છે કે નહી કે પછી ગત વખતની જેમ ફક્ત હોબાળોનો શિકાર બને છે. કેટલાક અંશે કહી શકાય કે આ વખતે કોંગ્રેસને રાહત મળશે.

English summary
, manmohan singh, , congress, , mamata banerjee, , વડાપ્રધાન, મનમોહન સિંહ, મનમોહન સિંહ, શિયાળુ સત્ર, કોંગ્રેસ, સંસદ, મમતા બેનર્જી, એફડીઆઇ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X