For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીવાસી ઉઠાવી રહ્યાં છે રિમઝીમ-રિમઝીમ વરસાદનો લુત્ફ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 જુલાઇઃ રાજધાની દિલ્હીમાં તમામ લોકો વરસાદની મજા માણવા માટે ઘરોની બહાર નીકળી ગયા છે, તો કેટલાક વિકેન્ડના કારણે ઘરોમાં સમોસા- પકોડા બનાવવા લાગ્યા. અનેક ઘરોમાં પૂરી, કચોરી આજની મુખ્ય ડીશો હશે, અને કેમ ના હોય, વાતાવરણ જ કંઇક એવું છે. મોસમનો આ હાલ માત્ર દિલ્હીમા જ નથી પરંતુ દક્ષિણ ભારતમાં બેંગ્લોર, ચેન્નાઇ, મેંગ્લોર, તિરુવનતંપુરમ, પશ્ચિમમાં મુંબઇ, નાગપુર, ઇસ્ટમાં ગુવાહાટી, કોલકતા સહિત દેશભરના તમામ શહેરોમાં શાનદાર વરસાદી નજારો જોવા મળી રહ્યો છે.

દિલ્હીની વાત કરીએ તો વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જમા થઇ ગયું, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પેદા થઇ. એટલે સુધી કે ઘરોમાં પાણી ઘુસવા લાગ્યા. સવારે 11 વાગ્યે શરૂ થયેલા વરસાદથી દક્ષિણ દિલ્હીના રિંગ રોડ, મોતી બાગ અને ડિફેન્સ કોલોની, દ્વારકાના કેટલાક હિસ્સામાં પાણી ભારઇ ગયું હતું. દિલ્હી ટ્રાફિક પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, અમને પાણી ભરાઇ જવાના કારણે સર્જાયેલા ટ્રાફિક જામ અંગેની અનેક ફરિયાદો મળી રહી છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથકમાં પણ પાણી ભરાઇ ગયું છે. દક્ષિણ દલ્હીના સરોજની નગરમાંરહેતા રંજના નારાયણે જણાવ્યું કે, પાણી ઘરમાં ઘુસી ગયા છે અને ડ્રોઇગ રૂમમાં પાણી ભરાઇ ગયુંછે. પશ્ચિમ દિલ્હીના મોતી નગરમાં એક સિનેમા હોલની બાલકનીમાં પાણી ઘુસી ગયુ.

દિલ્હીમાં વરસાદ

દિલ્હીમાં વરસાદ

દિલ્હીમાં વરસાદની માજ માણી રહેલા બાળકો.

સોહામણું હવામાન

સોહામણું હવામાન

રાજધાની દિલ્હીમાં શનિવારે સવારે સોહામણું હવામાન જોવા મળ્યું. આકાશમાં વાદળાંઓ છવાયેલા રહ્યાં અને સામાન્ય તાપમાન 26.7 ડિગ્રી નોંધાયું.

ગાજવીજ સાથે વરસાદ

ગાજવીજ સાથે વરસાદ

ભારતના હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આકાશમાં વાદળો છવાયેલા રહેશે. કેટલાક સ્થાનો પર ગાજવીજ સાથે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે.

 તાપમાન

તાપમાન

તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી સંભાવના છે.

 ધોધમાર વરસાદ

ધોધમાર વરસાદ

અંદાજે એક કલાક સુધી ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અચાનક થયેલા વરસાદથી શહેરના નિચાણવારા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

 વાવણી

વાવણી

આ વચ્ચે કૃષિ તજજ્ઞોની વાત માનીએ તો પૂર્વાચલમાં વરસાદ ઓછો હોવાના કારણે અનેક જિલ્લાઓમાં અનાવૃષ્ટિ જેવી સ્થિતિ બની રહી છે. વાવણી માટે ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યાં છે, પરંતુ વરસાદ નહીં હોવાના કારણે ખેડૂતોની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 વરસાદની મજા

વરસાદની મજા

તમામ લોકો વરસાદની મજા ઉઠાવવા માટે ઘરની બહાર નીકળી ગયા.

 રસ્તા પર પાણી ભરાયા

રસ્તા પર પાણી ભરાયા

દિલ્હીની વાત કરવામાં આવે તો વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જમા થઇ ગયુ છે જેના કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ છે.

 રસ્તા પર માનવ મહેરામણ

રસ્તા પર માનવ મહેરામણ

દિલ્હીમાં વરસાદ હોવા છતાં પણ રસ્તા પર માનવ મહેરામણની ચહેલ પહેલ જોવા મળી છે.

 દિલ્હીનો ઇન્ડિયા ગેટ

દિલ્હીનો ઇન્ડિયા ગેટ

દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે કંઇક આ રીતે જોવા મળ્યા ભેળ વેંચનારાઓ.

 વરસાદથી બચતા લોકો

વરસાદથી બચતા લોકો

દિલ્હી ઇન્ડિયા ગેટ પાસે વરસાદથી બચવાનો પ્રયત્ન કરતા લોકો.

English summary
At a time when Delhiites were waiting for rains for past. Heavy rainfall lashed the national capital and the neighbouring NCR. Here are more than 30 pictures of rain from all over the Country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X