'સરબજીતનું નિધન દુખદ, ગુનેગારોને કડક સજા મળે'

તેમને કહ્યું હતું કે સરબજીત સિંહના દેહને ભારત લાવવાના પ્રયત્નો ચાલુ છે જેથી તેમનો અંતિમ સંસ્કાર પરિવારની મરજી મુજબ કરી શકાય. વડાપ્રધાને કહ્યું હતું કે સરકાર સરબજીતના દેહને ઘરે લાવવા અને તેમના અંતિમ સંસ્કાર કરવાની વ્યવસ્થા કરશે. તેમને કહ્યું હતું કે સરબજીત સિંહ પર બર્બર અને ઘાતક હુમલાના જવાબદાર ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે અને તેમને કડક સજા મળે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં મોતની સજાનો સામનો કરી રહેલા ભારતીય કેદી સરબજીત સિંહનું લાહોરની જિન્ના હોસ્પિટલમાં મોડી રાત્રે દોઢ વાગે મોત નિપજ્યું હતું. સરબજીત સિંહ પર પાકિસ્તાનની જેલમાં ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે ગત છ દિવસો સુધી ડીપ કોમામાં રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
