For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારના કોંગ્રેસીઓને દાવ-પેચ શિખવાડશે રાહુલ ગાંધી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 એપ્રિલ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીમાં બિહારના કોંગ્રેસી નેતાઓની ક્લાસ લગાવશે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બિહારના કોંગ્રેસી નેતાઓને દિલ્હી બોલાવ્યા છે.

માનવામાં આવે છે કે આ બેઠકમાં રાહુલ ગાંધી બિહારના નેતાઓ સાથે લોકસભાની ચુંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે. આ દરમિયાન તે બિહારના તત્કાલિન પરિસ્થિતી જાણાવાનો પણ પ્રયત્ન કરશે. ભાજપ-જેડીયૂ ગઠબંધનમાં ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન આ બેઠકને ઘણી મહત્વપુર્ણ માનવામાં આવી રહી છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કહી ચુક્યાં છે કે રાજકીય પક્ષોને લોકસભા અને વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારની પસંદગી કરતી વખતે મતદારોની સલાહને સ્થાન આપવું જોઇએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમનું લક્ષ્ય કોંગ્રેસના બધા માટે સુલભ બનાવવાનું છે.

rahul-gandhi

થોડાં દિવસો અગાઉ રાહુલ ગાંધીએ કેરલમાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં એક જ વ્યક્તિ બધા ઉમેદવારોના નામ નક્કી કરે છે, તેમને કહ્યું હતું કે એક રાજકીય પક્ષ માટે આ મહત્વપુર્ણ વાત છે. તે દરેક અવાજને સામે લાવવા માંગે છે. રાજકીય પક્ષોને લોકોને જણાવવું જોઇએ કે તેમના ઉમેદવાર કોણ છે.

રાહુલ ગાંધીએ પારદર્શિતા પર ધ્યાન આપતાં કહ્યું હતું કે રાજકીય દળોની કેટલીક પ્રક્રિયા લોકો સાથે સંકળાયેલી હોય છે. જો આ પ્રક્રિયાઓ છુપાયેલી હશે તો લોકો કંઇપણ કહી શકે છે. જો પ્રક્રિયામાં પારદર્શિતા નહી હોય તો લોકોને શક જશે. જો કે રાહુલ ગાંધી પોતાની પાઠશાળામાં શું નવી ટીપ્સ આપે છે તે જોવાનું રહેશે.

English summary
Rahul Gandhi to hold consultations with Bihar leaders today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X