મોદીના વારાણસીના આ ગામને પહેલાં 'દત્તક' લઇ ચૂક્યું છે સંઘ
નવી દિલ્હી (વિવેક શુક્લા): વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે એટલે કે 7 નવેમ્બરના રોજ વારાણસી જઇ શકે છે. તે પોતાના સંસદીય વિસ્તારના જયાપુર ગામને દત્તક લેશે. તેની તે પહેલાં પણ જાહેરાત કરી ચૂક્યાં છે. જયાપુર વારાણસીથી 25 કિલોમીટર દૂર છે. તેની વસ્તી લગભગ ચાર હજાર છે. પરંતુ જાણકારોએ જણાવ્યું હતું કે ગામને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ વર્ષ 2002થી દત્તક લઇ ચૂક્યું છે. તે આ ગામમાં પોતાની ગતિવિધિઓ ચલાવે છે.

બનારસની યાત્રા
વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની આ પ્રથમ વારાસણી યાત્રા હશે. નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે કે તે વારાણસી પહોંચશે અને 8 નવેમ્બરના રોજ દિલ્હી માટે રવાના થશે. આ દરમિયાન વડાપ્રધાનન નરેન્દ્ર મોદી બીએચયૂના ટ્રોમા સેંટરનું ઉદ્ધાટન કરશે સાથે સાથે એક ગામને દત્તક લેવાની પ્રક્રિયા પૂરી કરશે.
વડાપ્રધાનનો આ પ્રવાસ ઓક્ટોબર મહિનામાં થવાનો છે. પરંતુ હૂડહૂડ વાવાઝોડાના લીધે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આશંકાના લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની યાત્રા ટાળવી પડી હતી. આ દરમિયાન જાણકારોને એ વાત સમજાઇ નથી કે તે આ પ્રકારના ગામને કેમ દત્તક લઇ રહ્યાં છે, જે પહેલાંથી જ વિકાસના માર્ગ પર ચાલી રહ્યું છે.












Click it and Unblock the Notifications
