For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકિલીક્સ: 'RSS સાથે સમજૂતી કરવા માંગતા હતા સંજય ગાંધી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 એપ્રિલ: પોતાના ખુલાસાઓથી દુનિયાભરના દિગ્ગજોને મુશ્કેલીમાં મુકી દેનાર વિકિલીક્સે સંજય ગાંધીને લઇને વધુ એક ખુલાસો કર્યો છે. કહેવામાં આવે છે કે ઇમરજન્સી દરમિયાન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) સાથે સમજૂતી કરવા માંગતા હતા.

વિકિલીક્સે દાવો કર્યો છે કે સંઘે સંજય ગાંઘીની ઓફરને નકારી કાઢી હતી. ખુલાસા અનુસાર અમેરિકી એમ્બેસીને મોકલવામાં આવેલા સંદેશમાં લખ્યું હતું કે ઇમરજન્સી લાગૂ થયા બાદ અસરદાર વિપક્ષની ભૂમિકા ફક્ત આરએસએસ જ ભજવી રહ્યો હતો.

આટલું જ નહી અમેરિકાને ઇન્દિરા ગાંધીની મોતની સ્થિતીમાં આ ભય હતો કે સંજય ગાંધી સત્તા પર કબજો કરી શકે છે, આટલું જ નહી એ વાતનો પણ ડર હતો કે કેટલાક નેતા સંજય ગાંધીની જગ્યાએ બીજી કોઇને વડાપ્રધાન બનાવવાનો પ્રયત્ન કરી શકે છે.

આ પહેલાં વિકિલીક્સે ખુલાસો કર્યો હતો ક ઇમરજન્સી દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીની હત્યાનો ત્રણવાર પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એક અંગ્રેજી સમાચાર પત્રએ આ ખુલાસો વિકિલીક્સના હવાલેથીક કર્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે 30 અથવા 31 ઓગષ્ટ 1976ના રોજ સંજય ગાંધી પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી અને આ હુમલામાં તેમને સામાન્ય ઇજા પહોંચી હતી.

English summary
The US diplomatic cables, released by WikiLeaks, have revealed that during the Emergency days Sanjay Gandhi had reached out to the RSS, then a banned organisation, but was refused.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X