For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીના બોરા મર્ડર કેસ : CBIએ તપાસ બંધ કરી

CBIએ શીના બોરા હત્યા કેસમાં તેની તપાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારના રોજ CBIએ વિશેષ અદાલતમાં આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, શીના બોરાની માતા અને પૂર્વ મીડિયા પર્શન ઈન્દ્રાણી મુખર્જી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : CBIએ શીના બોરા હત્યા કેસમાં તેની તપાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારના રોજ CBIએ વિશેષ અદાલતમાં આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, શીના બોરાની માતા અને પૂર્વ મીડિયા પર્શન ઈન્દ્રાણી મુખર્જી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. CBI એ કોર્ટને જણાવ્યું છે કે, આ વર્ષ 2012નો કેસ તપાસ એજન્સી દ્વારા બંધ કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં હત્યાનો ખુલાસો વર્ષ 2015માં થયો હતો.

Sheena Bora murder case

CBIએ દાખલ કરી હતી 3 ચાર્જશીટ

શીના બોરા મર્ડર કેસમાં CBIએ કુલ 3 ચાર્જશીટ દાખલ કરી છે. જેમાંથી 2 પૂરક ચાર્જશીટ છે, જે કેસમાં ઇન્દ્રાણી મુખર્જીનું નામ સામે આવ્યા બાદ વધુ તપાસ માટે દાખલ કરવામાં આવી હતી. હાલ આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.

ઈન્દ્રાણી મુખર્જીની વર્ષ 2015માં ધરપકડ કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં શીના બોર્ડ હત્યા કેસમાં પીટર મુખર્જી અને ઈન્દ્રાણી મુખર્જીની ધરપકડ કરવામાં આવી હતી. શીના બોરા તેના પહેલા પતિની ઈન્દ્રાણી મુખર્જીની પુત્રી હતી. ઈન્દ્રાણીની ધરપકડના ત્રણ મહિના બાદ પીટર મુખર્જીની પણ હત્યામાં મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

હવે નવા જજ સુનાવણી હાથ ધરશે

ખાસ CBI કોર્ટમાં શીના બોરા મર્ડર કેસની સુનાવણી ચાલી રહી છે, તે જજની બદલી પણ થઈ ગઈ છે અને CBIએ તપાસ અધિકારીને પણ બદલ્યા છે, તેથી હવે આ કેસની સુનાવણી નવા જજ હેઠળ થશે. શીના બોરાની માતા ઈન્દ્રાણી મુખર્જીના ડ્રાઈવર શ્યામવર રાયની ધરપકડ સાથે આ મામલાની તપાસ કરવામાં આવી હતી. જો કે, બાદમાં શ્યામવર રાય સરકારી સાક્ષી બની ગયા હતા.

English summary
The CBI has decided to close its probe into the Sheena Bora murder case. The CBI had given this information in a special court on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X