સુનંદાનો દાવો: શશિ થરૂરનું 'આઇએસઆઇ એજન્ટ' સાથે છે અફેયર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: કેન્દ્રિય મંત્રી શશિ થરૂરને લઇને એક સનસનીખેજ વિવાદ સામે આવ્યો છે. તેમની પત્ની સુનંદા પુષ્કરે બુધવારે કથિત રીતે આરોપ લગાવ્યો છે કે તેમના પતિ (શશિ થરૂર)ના એક પાકિસ્તાની મહિલા પત્રકાર સાથે સંબંધ (એક્ટ્રા મેરિટલ અફેયર) છે.

એક દૈનિક સાથે વાતચીત કરતાં સુનંદા પુષ્કરે કહ્યું હતું કે હવે શશી થરૂર સાથે 'છુટાછેડા' લેવા માંગે છે. સુનંદા પુષ્કરનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે શશી થરૂરે દાવો કર્યો હતો કે તેમના ટ્વિટર એકાઉન્ટને હેક કરી લેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલીક વિવાદિત ટ્વિટને બુધવારે સાંજે આ એકાઉન્ટના માધ્યમથી પોસ્ટ કરવામાં આવી હતી. જેનાથી ફોલોવર્સ પરેશાન પરેશાન થઇ ગયા છે.

આ ટ્વિટમાં એક પાકિસ્તાની પત્રકાર મેહર તરાર સાથે સબંધિત હતી. હેક કર્યા બાદ આ એકાઉન્ટના માધ્યમથી એક પાકિસ્તાની પત્રકારને કેટલાક ખોટા સંદેશ પણ મોકલવામાં આવ્યા હતા. આ મેસેજથી તાત્કાલિક સોશિયલ મીડિયામાં હાહાકાર મચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મીડિયામાં સમાચાર આવ્યા હતા કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ભારતીય નેતા અને કેન્દ્રિય મંત્રી શશી થરૂરના ટ્વિટર એકાઉન્ટને હેક કરી દેવામાં આવ્યું હતું.

sunanda-pushkar-shashi-tharoor

ત્યારબાદ શશી થરૂરે પોતાના પેજ પર પોતના પ્રશંસકોને ટ્વિટ કર્યું હતું કે 'માફ કરશો મિત્રો, મારું ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું છે અને આ કામચલાઉ રૂપે નિષ્ક્રિય રહેશે. સમસ્યાનું સમાધાન થઇ જાય ત્યાં સુધી સહયોગ કરશો.' જો કે વિવાદ ટ્વિટ હટાવી દેવામાં આવી છે.

બીજી તરફ આ વિવાદની કડીમાં સુનંદા પુષ્કરે કહ્યું હતું કે ના તો મારા પતિનું કે ના તો મારું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. જો કે હકિકતમાં તેમને શશી થરૂરના એકાઉન્ટને લોગ ઇન કરી મેસેજ પોસ્ટ કર્ય જો કે લાહોર આધારિત મહિલા પત્રકારે તેમના પતિને મોકલ્યા હતા. તેમણે આવું એટલા માટે કર્યું કે દુનિયા જુવે કે મેહર 'મારા પતિ પાછળ પડી છે.'

એક દૈનિક સાથે વાતચીતમાં સુનંદા પરિકરે કહ્યું હતું કે અમારા એકાઉન્ટને હેક કરવામાં આવ્યું નથી અને મેં જ તે ટ્વિટને મોકલી છે. હું તેને સહન કરી શકતી નથી. આ એક પાકિસ્તાની મહિલા છે અને તે આઇએસઆઇની એજન્ટ છે. આ મહિલા મારા પતિનો પીછો કરી રહી છે. તમે જાણો છો કે પુરૂષો કેવા હોય છે. મેં ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન પણ કેટલાક મુદ્દાઓને સહન કર્યા છે. હું આ પ્રકારની ઘટનાને પરવાનગી આપી ન શકું. હું સહન ન કરી શકું. આ સિવાય હું કશું ન કરી શકું.

English summary
In an indecorous controversy surrounding Shashi Tharoor, the Union Minister's wife Sunanda Tharoor on Wednesday alleged that her husband was having an “extra-marital affair” with a Pakistan-based journalist.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.