'મોદી માફી માંગે તો મુસ્લીમ તેમની સાથે'
10 મુસ્લીમ સંસ્થાઓ મળીને જોઇન્ટ કમિટી ઓફ મુસ્લીમ ઓર્ગેનાઇજેશન ફોર ઇમ્પાવરમેન્ટના નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં જમીયત ઉલ ઉલેમા હિન્દ, જમાત એ ઇસ્લામી હિન્દ, ઓલ ઇન્ડિયા મજલિસ એ મુશાવરત, ઓલ ઇન્ડિયા મિલી કાઉન્સિલ, મુવમેન્ટ ફોર ઇમ્પાવરમેન્ટ ઓફ મુસ્લીમ ઇન્ડિયન્સ, ઓલ ઇન્ડિયા મોમિન કોન્ફ્રન્સ, મરકાજી જમીયત અહલે હદિથ, ઇમારત એ શરિયા અને ઓલ ઇન્ડિયા મુસ્લીમ એજ્યુકેશન સોસાયટીનો સમાવેશ થાય છે.
જોઇન્ટ કમિટીના ચેરમેન શૈયદ શહાબુદ્દીને જણાવ્યું, 'મુસલમાનોને લઇને મોદીના નજરિયામાં બદલાવ આવી રહ્યો છે. મોદી અને બીજેપી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુસલમાનોને ખાસ મહત્વ આપી રહી છે. પરંતુ દેશ અને મુસ્લીમ સમુદાય 2002ના રમખાણ ભૂલ્યુ નથી.' તેમણે જણાવ્યું કે ધર્મનિરપેક્ષતાનો દાવો કરવાને બદલે મોદી 20 એવી સીટો પરથી મુસ્લીમ ઉમેદવારોને ઉભા કરે જ્યા મુસ્લીમ વોટરોની સંખ્યા 20 ટકા છે.
શહાબુદ્દીને જણાવ્યુ કે વસ્તીના હિસાબથી મુસ્લીમોને મોદી અનુકૂળ પ્રતિનિધિત્વ સોંપે. ગુજરાતમાં મુસ્લીમની વસ્તી 10 ટકા છે. તેમણે જણાવ્યું કે માત્ર એક-બે ઉમેદવારોને ટીકિટ આપવાનો કોઇ અર્થ નથી.
પૂર્વ આઇએફએસ ઓફિસર શહાબુદ્દીને જણાવ્યું, 'અમે મુસ્લીમ વોટરોને સલાહ આપીએ છીએ કે તેઓ પોતાનો મત વહેચવા ના દે. એક સાથે કોઇ એક ધર્મ અને પાર્ટી ઉપર ઉઠીને વોટ કરે. જે શિક્ષા અને રોજગારની સાથે વિકાસને મહત્વ આપશે મુશલમાન તેને જ વોટ કરશે.'
તેમણે જણાવ્યું કે ગુજરાતના મુસ્લીમો 10 વર્ષોમાં ઓછી સુવિધાઓથી ફરી ઉભા થયા છે. અહીંના મુસ્લીમો માને છે કે ગુજરાત છોડીને બીજે ક્યાય જવાની જરૂર નથી. તેમને અહીં જ વિકાસમાં સમાન ભાગીદારી મળશે. શહાબુદ્દીને 1984ના રમખાણોની જેમ 2002ના રમખાણ પીડિતોને વળતરની માગ કરી છે.