For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંદિગ્ધ આતંકવાદી લિયાકત શાહને મળ્યા જામીન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

liyaqat-shah
નવી દિલ્હી, 17 મે: દિલ્હી પોલીસ દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાનું કાવતરું રચવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા સંદિગ્ધ હિઝબુલ આતંકવાદી લિયાકત શાહને શુક્રવારે એનઆઇએની વિશેષ કોર્ટે જામીન મંજૂર કરી દિધા છે.

જિલ્લા ન્યાયાધીશ આઇ એસ મહેતાએ 20 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ તથા આટલા જ રૂપિયા જામીન આપવા માટે લિયાકતને જામીન પર મુક્ત કરવાના આદેશ આપ્યો છે. કોર્ટે લિયાકતને જામીન આપવા પ્રદાન કરતાં કેટલીક શરતો મૂકી હતી અને તેમને કોર્ટની પરવાનગી વિના દેશ છોડીને નહી જવાનો નિર્દેશ કર્યો હતો.

45 વર્ષીય લિયાકતને તેના પરિવાર સાથે 20 માર્ચના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ભારત-નેપાળ સીમા પાર કરતી વખતે પકડી પાડ્યો હતો. લિયાકતનું કહેવું છે કે તે જમ્મૂ-કાશ્મીર સરકારની પુનર્વાસ નીતિ હેઠળ આત્મસમર્પણ કરવા માટે આવ્યો હતો. સીમા પાર કર્યા બાદ તાત્કાલિક તેની ધરપકડ કરનાર દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો હતો કે લિયાકત રાષ્ટ્રીય રાજધાનીમાં હોળી પહેલાં આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતો.

દિલ્હી અને જમ્મૂ કાશ્મીર પોલીસ દ્વાર લિયાકતની ધરપકડને લઇને વિરોધાભાસી નિવેદન આવ્યા બાદ ગૃહ મંત્રાલયે 28 માર્ચના રોજ એક અધિસૂચના જાહેર કરી આ કેસ એનઆઇએને સોંપી દિધો હતો.

English summary
Suspected Hizbul militant Liyaqat Shah, arrested by the Delhi Police for allegedly conspiring to carry out terror attacks in the national capital, was on Friday granted bail by a special NIA court here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X