
ઉબરના આરોપી ડ્રાઇવરે પહેલાં પણ કરી હતી છેડતી
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: અમેરિકાની કેબ સર્વિસ કંપની ઉબર જે પોતાના ગ્રાહકોને ફાઇવ સ્ટાર સર્વિસેઝ આપવાનો દાવો કરે છે, પરંતુ છેડતી જેવી ગંભીર ફરિયાદોને સ્પષ્ટ નજરઅંદાજ કરી દે છે. જેના પર ઉબર કેબ ડ્રાઇવર શિવ યાદવે ગત દિવસોમાં એક બળાત્કારને અંજામ આપ્યો છે તેના વિરૂદ્ધ અઠવાડિયા પહેલાં પણ છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
10 દિવસ પહેલાં કંપનીને કર્યો હતો મેલ
અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેનાર નિધિ શાહે મંગળવારે ટ્વિટર પર આ વાતની જાણકારી આપી. નિધિના અનુસાર તેમણે તાજેતરની ઘટનાના લગભગ 10 દિવસ પહેલાં એટલે કે 26 નવેમ્બરના રોજ કંપનીને મેલ મોકલી શિવ યાદવ વિરૂદ્ધ ખોટી રીતે ઘૂરવાની ફરિયાદ નોંધાવી. કંપની તેમની વાત સંભળવાના બદલે તેમની ફરિયાદને નજરઅંદાજ કરી દિધી.
સર્વેમાં દેશે સ્વિકાર્યું, દિલ્હી રેપમાં ફક્ત ઉબર દોષી
નિધિએ પોતાના ટ્વિટર એકાઉંટ પર પોતાની ફરિયાદ કૉપી ટ્વિટની છે. નિધિના અનુસાર તેમણે 26 નવેમ્બરને દિલ્હીમાં ઉબરની કેબ બુક કરી હતી. તે દિવસ શિવ જ તેમનો ડ્રાઇવર હતો.
email from @uber regarding my feedback about Shiv #DelhiShamedAgain pic.twitter.com/e4Hl6dEI4f
— Nidhi Shah (@nps2113) December 9, 2014
જીપીએસ ખરાબ હોવાનો દાવો
એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં નિધિએ જણાવ્યું હતું કે કેબ બુક કરાવ્યા બાદ શિવે તેમણે જણાવ્યું હતું કે જીપીએસ ખરાબ છે. તેણે તેમની પાસે ચાંદની ચોક આવીને લેબ લેવાની વાત કહી. નિધિની સાથે તેમનો એક સાથી પણ હતો. નિધિનું માનીએ તો આખા રસ્તામાં જે પ્રકારે શિવ યાદવ તેમને ઘૂરી રહ્યો હતો, તેનાથી તે પોતાની અસહજ અનુભવી રહી હતી.
my receipt for the nov 26th ride with the rapist Shiv Kumar Yadav @uber #DelhiShamedAgain pic.twitter.com/Ho4ZpA3xbn
— Nidhi Shah (@nps2113) December 9, 2014
પછતાઇ રહી છે નિધિ
જો નિધિએ કંપનીમાં તેની ફરિયાદ કરી તો તેમને બસ એટલો જ વિશ્વાસ અપાવવામાં આવ્યો કે તે ડ્રાઇવર સાથે વાત કરશે. નિધિનું માનીએ તો તેમને લાગે છે કે જો તેમને ફરિયાદ આગળ જઇને કોઇ બીજું પગલું ભર્યું હોય તો કદાચ બળાત્કાર જેવી ઘટનાથી સર્જાતા અટકી શકત.