For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુકે સરકાર ભારતની ચેતવણી બાદ ઝુકી, કોવિશિલ્ડ રસીને આપી માન્યતા

કોવિડ રસી કોવિશિલ્ડને તેના UKમાં માન્યતા મળી છે. જો કે, નવી માર્ગદર્શિકા મુજબ ભારતીયો કે, જેમણે કોવિશિલ્ડના બંને ડોઝ લીધા છે, તેમને UK પહોંચ્યા પછી પણ 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે.

|
Google Oneindia Gujarati News

કોવિડ રસી કોવિશિલ્ડને તેના UKમાં માન્યતા મળી છે. જો કે, નવી માર્ગદર્શિકા મુજબ ભારતીયો કે, જેમણે કોવિશિલ્ડના બંને ડોઝ લીધા છે, તેમને UK પહોંચ્યા પછી પણ 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે. UK સરકારે ભારતીય રસીકરણ પ્રમાણપત્રને તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોવિડશિલ્ડ રસીને માન્યતા ન આપવાના નિર્ણય પાછળનું કારણ ગણાવ્યું છે. ભારતે UK સરકારના આ નિર્ણય સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ સામે પોતાની રીતે સ્વતંત્ર કામગીરી કરવાની ચેતવણી આપી હતી.

કોવિશિલ્ડ

યુકે સરકાર દ્વારા 22 સપ્ટેમ્બરના રોજ જાહેર કરેલી જાહેરાતમાં કોવિડશીલ્ડ રસીને મુસાફરી માટે મંજૂરી આપી છે. સરકાર દ્વારા એક નવી મુસાફરી SOP જાહેર કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોવિશિલ્ડ સંપૂર્ણ રીતે રસીકરણ કરનારા મુસાફરોએ ભારતથી આવશે તેમને ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો કોવિડશીલ્ડ રસીને પહેલેથી જ માન્યતા આપી ચૂક્યા છે. બ્રિટને આ અગાઉ કહ્યું હતું કે, ભારતીય પ્રવાસીઓ કે જેમણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદિત કોવિડશિલ્ડ રસીના બંને ડોઝ લીધા છે, તેમને રસી વગરના ગણવામાં આવશે અને તેમને 10 દિવસના સમયગાળા માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.

માર્ગદર્શિકા એસ્ટ્રાઝેનેકા કોવિશિલ્ડ, એસ્ટ્રાઝેનેકા વેક્સજેવેરિયા અને મોર્ડના તાકેડા સહિત માન્ય રસીઓના ફોર્મ્યુલેશનનું વર્ણન કરે છે. નોંધપાત્ર વાત એ છે કે, કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ રસીને માન્યતા ન આપતા નારાજગી વ્યક્ત કરી હતી, જેનો ભારતમાં મોટાપાયે ઉપયોગ થાય છે.

વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યું હતું નિવેદન

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુખ્ય મુદ્દો એ છે કે, યુકે કોવિડશિલ્ડ રસીનું મુખ્ય ઉત્પાદક છે. અમે યુકેને તેમની વિનંતી પર રસીના 5 મિલિયન ડોઝ પહોંચાડ્યા છે, જેનો ઉપયોગ તેમના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કોવિશિલ્ડને માન્યતા ન આપવી એ ભેદભાવપૂર્ણ નીતિ છે. વિદેશ મંત્રીએ તેમના યુકે સમકક્ષ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ આ બાબતને વહેલી તકે ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી.

વિદેશ મંત્રીએ ઉઠાવ્યો હતો મુદ્દો

વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારના રોજ એક બેઠક દરમિયાન યુકેના વિદેશ મંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને મડાગાંઠના વહેલા નિરાકરણ માટે વિનંતી કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા ભાગીદાર દેશોને રસીઓની પરસ્પર માન્યતા આપવાની ઓફર કરી છે, પરંતુ આ પારસ્પરિક પ્રક્રિયાઓ છે. જો અમે સંતુષ્ટ નથી, તો અમે પારસ્પરિક પગલાં લાગુ કરવા માટે મુક્ત હોઈશું. વિદેશ મંત્રી જયશંકરે બેઠક બાદ કહ્યું કે, તેમણે પરસ્પર હિતમાં મડાગાંઠના વહેલા ઉકેલ માટે વિનંતી કરી હતી.

English summary
Covid vaccine Covishield is recognized in the UK. However, according to the new guidelines, Indians who have taken both doses of Covishield will have to remain in quarantine for 10 days after arriving in the UK.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X