સરકાર-ટ્રેડ યુનિયનની વાતચીત નિષ્ફળ, હડતાલ નિશ્વિત

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: ટ્રેડ યુનિયનના પ્રતિનિધિ મંડળ અને સરકાર વચ્ચેની વાર્તા નિષ્ફળ નિવડી છે. બેઠક પૂર્ણ થતાંની સાથે જ એ નક્કી થઇ ગયું છે કે બુધવાર અને ગુરૂવારે નિશ્વિતપણે હડતાલ યોજાશે. જેથી કરીને દૂધ-શાકભાજી વગેરે ખરીદીને ઘરમાં મૂકી દો. ક્યાંય ફરવા જવાનો પ્લાન હોય તો કેન્સલ કરી દો તો સારું રહેશે, કારણ કે વાહનો મળવા મુશ્કેલ છે.

બેઠક પુરી થયા બાદ ટ્રેડ યુનિયનના નેતા જી સંજીવ રેડ્ડીની જાહેરાત કરી દિધી છે કે આવતીકાલે અને તે પછીના દિવસે દેશવ્યાપી બંધ પાળવામાં આવશે. હડતાલના કારણે બસો, રિક્ષા, ટેક્સી વગેરેના પૈડા થંભી જશે. આટલું જ નહી બેંકોમાં પણ કામ થશે નહી. કારણ કે સરકારી બેંકોના યુનિયને પર હડતાલ પાડી દિધી છે. સરકારી બસો પણ દોડશે નહી કારણ કે હડતાલમાં મોટાભાગના નગર બસ સેવાઓના યુનિયન સામેલ છે.

bharat-bandh

ટ્રાન્સપોર્ટ યુનિયને હાલમાં હડતાલમાં સામેલ થવાની પુષ્ટિ કરી નથી, જો ટ્રાન્સપોર્ટ યુનિયન પણ સામેલ થશે તો આવલીકાલે દૂધ, શાકભાજી, ફળ વગેરે શહેરો સુધી પહોંચાડવા મુશ્કેલ છે. માટે સારું રહેશે કે તમે આ બધી સમસ્યાઓનો સામનો કરવા માટે પહેલાંથી જ તૈયાર રહો. આ હડતાલમાં લગભગ .25 કરોડ સરકારી પણ સામેલ થશે. હડતાલના કારણે પોસ્ટલ સર્વિસ, વિમા સેક્ટર, ઇન્ટનેટ બેંકીંગ વગેરે તમામ વસ્તુઓ પર પ્રભાવિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X