For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ સાવધાન! 19,20 જુલાઇના રોજ ફરી આવી શકે છે પહાડી સુનામી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જુલાઇ: ઉત્તરાખંડમાં ગત મહિને આવેલી પહાડી સુનામીએ પાંચ હજાર લોકોથી વધુ લોકોના જીવ લીધા હતા. બદ્રીનાથ-કેદારનાથથી લઇને ઉત્તરકાશી સુધી ચારેબાજુ તબાહીનો મંજર જોવા મળ્યો હતો. હજુ સુધી આ તબાહીમાંથી ઉગર્યું નથી અને ત્યાં તો વધુ એક સુનામીએ તૈયારી કરી લીધી છે. જી હાં દિલ્હીના મોસમ વિભાગે ચેતાવણી આપી છે કે 19 અને 20 જુલાઇના રોજ ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. આ વરસાદ 16 જૂનના રોજ આવેલા ભયાનક વરસાદ કરતાં પણ ભારે હશે.

અમે તમને જણાવી દઇએ કે રાજ્યમાં મોસમ અત્યારથી જ ખરાબ થઇ ગયું છે. દિવભર વરસાદ અને પહાડો પર ધુમ્મસ છવાયેલી રહે છે. જેના કારણે તે દૂર-દૂરના ગામાડાંઓમાં રાહત સામગ્રી પહોંચાડવાના કાર્યોમાં વિધ્ન આવી રહ્યું છે. આવા સમયે તમામ લોકો સરકારી સેવાઓથી વંચિત છે.

uttarakhand-flood-600

હવામાન વિભાગના અનુમાન અનુસાર 19-20 જુલાઇના રોજ ભૂસ્ખલન પણ થઇ શકે છે. એટલે કે પહાડો તૂટશે તો તબાહીનો નજારો જોવા મળશે. જો કે આ વખતે ઉત્તરાખંડ સરકાર પણ સંકટનો સામનો કરવા માટે તૈયાર છે. બીજી તરફ સેનાએ પણ એલર્ટ જાહેર કરી દિધો છે. ઉત્તરાખંડ સરકારે લોકોને સલાહ આપી છે કે લોકો સતર્ક રહે. બીજી તરફ એવી ચેતાવણીઓ પણ આપવામાં આવી રહી છે કે નૈનીતાલ, ટનકપિર, પૂર્ણાગિરી જેવા પર્યટન તથા ધાર્મિક સ્થળો પર પર્યટકોનો નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

English summary
National Meteorological Department has given weather forecast for Uttarakhand which predicted heavy rains and landslides in state on July 19 and 20.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X