For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપ: જાણો શું થયું હતું અંતિમ સંસ્કાર દરમિયાન ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ડિસેમ્બર: ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાના અનુસાર પીડિત છોકરીના કુંટુંબીજનો સરકારથી નારાજ છે કારણ કે તેમને છોકરીનો અંતિમ સંસ્કાર સંપુર્ણ રીતિ રીવાજ સાથે કરવામાં નથી આવ્યો. જો કે અંતિમ સંસ્કારના સમયે હાજર કોંગ્રેસના મહાબલ મિશ્રાનું કહેવું છે કે અંતિમ સંસ્કાર સંપૂર્ણ શાંતિપૂર્વક કરવામાં આવ્યો છે અને કુંટુંબીજનોને કોઇ ફરિયાદ નથી. અમે આખી રાત સંપૂર્ણ તૈયારી કરી હતી અને સવારે સાડા સાત વાગે સંપૂર્ણ રીતિ રિવાજો સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અંતિમ સંસ્કાર દરમિયાન હાજર ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તાનું કહેવું છે કે સરકાર અંતિમ સંસ્કાર કરવા માટે એટલી જલદીમાં હતી કે ભારે બંદોબસ્ત વચ્ચે રાત્રે જ અંતિમ સંસ્કાર કરવા માંગતી હતી. પરંતુ પીડિતાના કુંટુંબીજનોએ તેનો વિરોધ કર્યો અને તેને તે સમયે મુખાગ્નિ આપવાની મનાઇ કરી. વિજેન્દ્ર ગુપ્તાના જણાવ્યા અનુસાર લાશ કલાકો સુધી ચિતામાં પડી રહી અને સૂરજ નિકળ્યા બાદ કુટુંબીજનોએ મુખાગ્ની આપ્યો હતો.

coffin-delhi-gang-rape

વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે કુંટુંબીજનો સરકારના આ વલણથી આધાતમાં સરી પડી છે. વિજેન્દ્ર ગુપ્તાએ પ્રશ્ન કર્યો કે સરકારે અંતિમ સંસ્કારમાં આટલી ઉતાવળ કેમ કરી. ભાજપના નેતાએ જણાવ્યું હતું કે સોમવારે ભાજપના પ્રદેશ ઓફિસમાં સવારે 11 વાગે શોકસભાનું આયોજન કરવામાં આવશે, જેમાં ભાજપના નેતા સુષ્મા સ્વરાજ,અરૂણ જેટલી, રાજનાથ સિંહ, શાહનવાઝ હુસૈન પણ હાજર રહેશે. ત્યારબાદ ભાજપના નેતા પીડિતાના ઘરે જશે અને તેના કુટુંબીજનોને મળશે.

English summary
Delhi BJP president Vijender Gupta claimed that the family members were not allowed to perform the last rites according to their customs and tradition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X