Saurashtra Covid Update : સૌરાષ્ટ્રમાં કોરોના બન્યો કાળ, એક જ દિવસમાં 10 મોત

બુધવારના રોજ સૌરાષ્ટ્રમાં કોવિડ-19ના ચેપથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે.

Saurashtra Covid Update : બુધવારના રોજ સૌરાષ્ટ્રમાં કોવિડ 19ના સંક્રમણને કારણે વધુ 10 લોકોના મોત થયા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરમાં ચાર અને રાજકોટ ગ્રામ્ય, ભાવનગર શહેર, જામનગર શહેર, સુરેન્દ્રનગર, જામનગર ગ્રામ્ય અને બોટાદમાં એક-એકનું મોત થયું છે.

આ દરમિયાન નવા કોવિડ 19 કેસમાં ઘટાડો યથાવત રહ્યો છે. રાજકોટ શહેરમાં 320 પોઝિટિવ, જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 158 લોકો કોરોના સંક્રમિણનો ભોગ બન્યા હતા.

ભાવનગરમાં 105 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

ભાવનગરમાં 105 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

ભાવનગર જિલ્લામાં બુધવારના રોજ 105 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે જામનગર જિલ્લામાં બુધવારના રોજ કુલ 98 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવઆવ્યો હતો.

આ સાથે મંગળવારના રોજ રાજકોટ શહેરમાં કુલ 475 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 160 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જામનગર જિલ્લામાં 116 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ભાવનગર જિલ્લામાં મંગળવારના રોજ 92 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 15,177

કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 15,177

રાજ્યમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો રાજ્યમાં બુધવારના રોજ 8,934 નવા કેસ નોંધાયા છે. આ સાથે 34 દર્દીઓના કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયાછે. જો કે, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 15,177 છે.

રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,545 થયો

રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,545 થયો

જો કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 3368, સુરતમાં 513, વડોદરામાં 1921 અને રાજકોટમાં 418 કેસ નોંધાયા છે.

આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,545થયો છે. તો રાજ્યમાં કુલ 10,98,199 દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં 69,187 એક્ટિવ કેસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X