26 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 2,628 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કોરોનાવાયરસ કેસની કુલ સંખ્યા 4,31,44,820 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 15,414 થઈ ગયા છે.

26 may Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 2,628 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કોરોનાવાયરસ કેસની કુલ સંખ્યા 4,31,44,820 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 15,414 થઈ ગયા છે.

કોવિડ-સંબંધિત મૃત્યુની સંખ્યા 5,24,525 પર પહોંચી છે, જેમાં 18 વધુ લોકો વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે. સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.03 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ19 રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો હતો, તેમ મંત્રાલયે જણાવ્યું હતું.

26 may ની ભારત કોરોના અપડેટ

26 may ની ભારત કોરોના અપડેટ

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 192.82 કરોડ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે
  • ભારતમાં સક્રિય કોરોના પોઝિટિવ કેસલોડ હાલમાં 15,414 છે
  • સક્રિય કેસ 0.04 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.75 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 2,167 રિકવરી કુલ રિકવરી વધીને 4,26,04,881 થઈ છે
  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,628 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે
  • છેલ્લા 24 કલાકમાં કોવિડ સંબંધિત મૃત્યુની સંખ્યા : 18
  • ડેઇલી પોઝિટિવ રેટ - 0.58 ટકા
  • વીકલી પોઝિટિવ રેટ - 0.51 ટકા
  • અત્યાર સુધીમાં કુલ 84.84 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે
  • છેલ્લા 24 કલાકમાં 4,52,580 ટેસ્ટ કરવામાં આવ્યા છે
26 may ની ગુજરાત કોરોના અપડેટ

26 may ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 37 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનું મોત થયુંનથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

આ સાથે જોશહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 28, ગાંધીનગરમાં 3, વડોદરા અને સુરતમાં 2-2 કેસનોંધાયા છે. આ સાથે મહેસાણા અને રાજકોટમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,868 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા192 થઇ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી, હાલ તમામ 192 દર્દીની હાલત સ્થિર છે.

26 may ની રાજકોટ કોરોના અપડેટ

26 may ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેરી વિસ્તારમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોનથી. આ સાથે શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરીવિસ્તારમાં 1244 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1533 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X