ચેઇન સ્મોકરને મળશે ફેફસાના કેન્સરની સારવાર માટે વીમાનો દાવો

રાજકોટ શહેરના રહેવાસી મધુકર વોરાને ફેબ્રુઆરી 2018માં રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ફેફસાના કાર્સિનોમા હોવાનું નિદાન થયું હતું

રાજકોટ : ચેઇન સ્મોકરના ફેફસાના કેન્સરની સારવારના દાવાને નકારી કાઢવાની વીમા કંપનીની દલીલો રાજકોટની ગ્રાહક અદાલતે તેને એક મહિનાની અંદર સમગ્ર બિલની ભરપાઈ કરવાનો આદેશ આપ્યો છે.

smoker

રાજકોટ શહેરના રહેવાસી મધુકર વોરાને ફેબ્રુઆરી 2018માં રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ફેફસાના કાર્સિનોમા હોવાનું નિદાન થયું હતું. તેમની સારવાર કરવામાં આવી હતી અને તબીબી ખર્ચ તરીકે રૂપિયા 6.53 લાખનો દાવો કર્યો હતો. જોકે, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે 30 એપ્રીલ, 2019 ના રોજ તેમના દાવાને નકારી કાઢ્યો હતો, કારણ કે, તે માદક પદાર્થનો વ્યસની હતો.

ગ્રાહક તકરાર નિવારણ કમિશને અવલોકન કર્યું કે, સિગારેટમાં નિકોટિન હોય છે, જે સાબિત નશાકારક પદાર્થ નથી. આ ઉપરાંત, તે સાબિત થયું નથી કે આ રોગ સિગારેટના દુરૂપયોગને કારણે થયો હતો. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, વીમા કંપનીએ પાયાવિહોણા વાંધાઓ ઉભા કરીને તેની સેવામાં ક્ષતિ દર્શાવી હતી.

વીમા પેઢીએ દલીલ કરી હતી કે, અમને અમારી તપાસ અને હોસ્પિટલોના કાગળો દરમિયાન જાણવા મળ્યું છે કે, ફરિયાદી છેલ્લા 40 વર્ષથી દરરોજ લગભગ 15 થી 20 સિગારેટ પીતો હતો. આમ, પોલિસીની શરત નંબર 4.8 મુજબ આ દાવો અસ્વીકાર આધીન છે.

વીમાદાતાએ દલીલ કરી હતી કે ડ્રગ/દારૂ અથવા માદક પદાર્થના ઉપયોગ અથવા આવા દુરુપયોગ અથવા વ્યસનના કિસ્સામાં પોલિસીની શરત મુજબ, દાવો નકારી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, આ ફરિયાદ છેલ્લા 20 વર્ષથી પોલિસી ધારકની હતી. વોરા વતી હાજર થયેલા એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કમિશને વીમા કંપનીને 30 દિવસમાં 6 ટકા વ્યાજ સાથે રૂપિયા છ લાખ અને કાનૂની ખર્ચ પેટે રૂપિયા 5,000 ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X