For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

120 કિલો બનાવટી માવાનો જથ્થો ઝપ્ત કરાયો

RMC (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના આરોગ્ય વિભાગે શનિવારના રોજ પરંપરાગત મીઠાઈ બનાવવામાં વપરાતા ડુપ્લિકેટ દૂધના સોલિડ્સ (માવા) સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : RMC (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના આરોગ્ય વિભાગે શનિવારના રોજ પરંપરાગત મીઠાઈ બનાવવામાં વપરાતા ડુપ્લિકેટ દૂધના સોલિડ્સ (માવા) સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગોંડલ ચોકડી પાસેથી શાકભાજીના અર્કમાંથી બનાવેલો 120 કિલો ડુપ્લીકેટ માવો જપ્ત કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં દૂધના ફેટમાંથી બનેલા શુદ્ધ માવાના અડધાથી પણ ઓછા ભાવે ઉત્પાદન વેચાઈ રહ્યું હતું.

crime news

આ સામગ્રીમાંથી બને છે ડુપ્લીકેટ માવો

સામાન્ય રીતે માવો દૂધની ચરબીમાંથી બનાવવામાં આવે છે, પરંતુ RMC આરોગ્ય વિભાગ દ્વારા જપ્ત કરાયેલો સ્ટોક સોયાબીન, સ્ટાર્ચ, મકાઈનો લોટ અને સ્કિમ્ડ મિલ્ક પાવડરમાંથી બનેલો હોવાનું જાણવા મળ્યું હતું.

શુદ્ધ દૂધની ચરબીમાંથી બનેલો માવો 400 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે

RMC અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુદ્ધ દૂધની ચરબીમાંથી બનેલો માવો 400 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે, પરંતુ રાજકોટના બજારમાં ડુપ્લીકેટ માવો રૂપિયા 140 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો હતો. શાકભાજીના અર્કમાંથી બનાવેલા માવાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

વડોદરાની લેબોરેટરીમાં પરીક્ષણ માટે સેમ્પલ મોકલીને તપાસ શરૂ કરાઇ

અધિકારીઓએ જણાવ્યું કે, જપ્ત કરાયેલો માવો પોરબંદર જિલ્લાના કુતિયાણાથી લાવવામાં આવ્યો હતો. આરોગ્ય અધિકારીઓએ વડોદરાની લેબોરેટરીમાં પરીક્ષણ માટે સેમ્પલ મોકલીને તપાસ શરૂ કરી છે.

ફૂડ પોઈઝનિંગનું કારણ પણ બની શકે છે ડુપ્લીકેટ માવો

ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડૉ. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, શાકભાજીના અર્કમાંથી બનાવેલો આ માવો માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાથી બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ અને કિડનીની બીમારી પણ થઈ શકે છે. આ સંતૃપ્ત ચરબી પણ અસ્વચ્છ છે. ક્યારેક આ ડુપ્લીકેટ માવો ફૂડ પોઈઝનિંગનું કારણ પણ બની શકે છે.

પોરબંદર અને જૂનાગઢમાંથી ડુપ્લીકેટ માવો સપ્લાય કરવામાં આવતો હતો

રાઠોડે જણાવ્યું હતું કે, સપ્લાયર્સ અને રિસિવર્સ બંને સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓથી પોરબંદર અને જૂનાગઢમાંથી ડુપ્લીકેટ માવો સપ્લાય કરવામાં આવતો હતો.

English summary
A quantity of 120 kg of duplicate mava was seized.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X