For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid-19 vaccine: રસી લગાવ્યા બાદ રાજકોટના 20 પોલિસકર્મીઓની સ્થિતિ બગડી, હોસ્પિટલમાં ભરતી

કોરોના વેક્સીન લગાવ્યા બાદ લગભગ 20 પોલિસકર્મીઓ પર આનો દુષ્પ્રભવ જોવા મળ્યો.

|
Google Oneindia Gujarati News

Covid-19 vaccine side effects, રાજકોટઃ દેશી કોરોના વેક્સીનનો ડોઝ ફ્રંટલાઈન વર્કર્સને આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકોટ પોલિસ મુખ્યાલયમાં પણ રસીકરણ અભિયાન ચાલ્યુ. જો કે, વેક્સીન લગાવ્યા બાદ લગભગ 20 પોલિસકર્મીઓ પર આનો દુષ્પ્રભવ જોવા મળ્યો. તેમને તાવ આવી ગયો અને શરીરમાં ઝણઝણાટી થવા લાગી. જેના કારણે બધાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જાણવા મળ્યુ છે કે જે પોલિસકર્મીઓ પર વેક્સીનની વિપરીત અસર થઈ તે બધા મુખ્યાલયમાં ટ્રેઈની તરીકે કાર્યરત છે.

corona vaccine

રાજકોટમાં બન્યુ આવુ

વેક્સીન લગાવ્યા બાદ રવિવારે તેમના શરીરમાં દુષ્પ્રભાવ જોવા મળ્યા નહોતા પરંતુ સોમવારે સવારે તાવ અને ઝણઝણાટીની સમસ્યા થવા પર બધાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરોએ કહ્યુ કે ફર્સ્ટ એઈડ બાદ તેમની તબિયતમાં સુધારો આવ્યો. તેમણે કહ્ટયુ કે આમાં કોઈ ગંભીર દુષ્પ્રભાવ જોવા મળ્યા નથી. વળી, અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યુ કે રાજકોટ જિલ્લાના મહેસૂલ વિભાગના બધા વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને પણ વેક્સીન લગાવવામાં આવી હતી. અહીં 700થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને વેક્સીન લગાવવામાં આવી પરંતુ આમાંથી એક પણ કર્મચારી કે અધિકારીમાં દુષ્પ્રભાવ જોવા મળ્યો નથી.

વડોદરામાં થયુ હતુ મોત

2 દિવસ પહેલા વડોદરા જિલ્લામાં એક સફાઈ કર્મચારીનુ કોરોના વેક્સીન(Covid-19 Vaccine) લગાવ્યાના થોડા કલાક બાદ મોત થઈ ગયુ હતુ. તેની ઉંમર 30 વર્ષની હતી. તેની ઓળખ જિગ્નેશ સોલંકી તરીકે થઈ કે જે વડોદરા મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી હતો. તેની પત્ની દિવ્યાએ જણાવ્યુ કે સોલંકીને રવિવારે સવારે વેક્સીન લગાવવામાં આવી હતી. થોડા કલાકો બાદ તે ઘરે બેભાન થઈ ગયો. ત્યારબાદ તેને શહેરની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો.

બજેટ બાદ બીજા દિવસે પણ શેર બજારમાં જોરદાર તેજીબજેટ બાદ બીજા દિવસે પણ શેર બજારમાં જોરદાર તેજી

English summary
Covid-19 vaccine: 20 policemen admitted in civil hospital after taking covid vaccine in Rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X