રડતી વિદ્યાર્થિનીએ સાફ કર્યું શાળાનું શૌચાલય, વીડિયો વાયરલ થતા હોબાળો
શાળાના શૌચાલયની સફાઈ કરતી એક વિદ્યાર્થીનીનો વાયરલ વીડિયોએ અમરેલી જિલ્લામાં ચકચાર મચાવી છે. આ વીડિયો ધારી તાલુકાના દિતલા પ્રાથમિક શાળાનો છે અને બાળકી મોં ઢાંકીને શૌચાલય સાફ કરતી જોવા મળી રહી છે અને રડતી જોવા મળી રહી છે.
રાજકોટ : શાળાના શૌચાલયની સફાઈ કરતી એક વિદ્યાર્થીનીનો વાયરલ વીડિયોએ અમરેલી જિલ્લામાં ચકચાર મચાવી છે. આ વીડિયો ધારી તાલુકાના દિતલા પ્રાથમિક શાળાનો છે અને બાળકી મોં ઢાંકીને શૌચાલય સાફ કરતી જોવા મળી રહી છે અને રડતી જોવા મળી રહી છે.

જ્યારે શાળાના પ્રિન્સિપાલ અશ્વિન પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, આ અમારી શાળાનો વીડિયો છે, પરંતુ કોઈએ અમારી છબી ખરાબ કરવા માટે તેને સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કર્યો છે. અમે વિદ્યાર્થીઓને કેમ્પસ કે શૌચાલય સાફ કરવાનું કહેતા નથી, પરંતુ અમારી શાળાએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો છે.
અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાનની એક ટીમ નિરીક્ષણ માટે આવી રહી હતી. શ્રેષ્ઠ માર્કસ મેળવવાના પ્રયાસરૂપે વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ સફાઈનું કામ કર્યું હતું. જોકે, સ્થાનિક આમ આદમી પાર્ટી (AAP) એકમે શાળા સત્તાવાળાઓ સામે કાર્યવાહીની માગ કરી છે.












Click it and Unblock the Notifications
