For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DPT કંડલા ખાતે વધુ બે ઓઈલ જેટી વિકસાવશે

કચ્છના કંડલામાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી) એ શનિવારના રોજ જાહેરાત કરી હતી કે, તે દેશમાં આયાતની માગને પહોંચી વળવા વધુ બે ઓઇલ જેટી વિકસાવવામાં આવશે. બંદર હાલમાં 12 એમએમટીપીએ (વાર્ષિક મિલિયન મેટ્રિક ટન) ની ક્ષમતા સાથે છે

|
Google Oneindia Gujarati News

રાજકોટ : કચ્છના કંડલામાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી) એ શનિવારના રોજ જાહેરાત કરી હતી કે, તે દેશમાં આયાતની માગને પહોંચી વળવા વધુ બે ઓઇલ જેટી વિકસાવવામાં આવશે. બંદર હાલમાં 12 એમએમટીપીએ (વાર્ષિક મિલિયન મેટ્રિક ટન) ની ક્ષમતા સાથે છ ઓઇલ જેટીઓનું સંચાલન કરી રહ્યું છે.

Deendayal Port Trust

DPT અનુસાર, બે નવી જેટી 13 મીટરની ઊંડાઈ સાથે અનુક્રમે 65,000 DWT (ડેડ વેઇટ ટનેજ) અને 80,000 DWT સુધીના મોટા કદના જહાજોને હેન્ડલ કરશે. તે પોર્ટની ક્ષમતામાં પણ 5.5 MMTPA વધારો કરશે અને જહાજની રાહ જોવાની અવધિમાં ઘટાડો કરશે.

DPT એ જણાવ્યું હતું કે, જેટી નં. 7 સપ્ટેમ્બર સુધીમાં કાર્યરત થશે જ્યારે જેટી નં. 8 આવતા વર્ષે એપ્રિલ સુધીમાં કાર્યરત થવાની ધારણા હતી. ડીપીટી, દેશનું સૌથી મોટું લિક્વિડ હેન્ડલિંગ પોર્ટ, પેટ્રોલિયમ ઉત્પાદનો, પેટ્રોકેમિકલ્સ, એસિડ્સ, લિક્વિફાઇડ ગેસ અને વનસ્પતિ તેલ સહિત જથ્થાબંધ પ્રવાહીનું સંચાલન કરે છે.

DPT ના ચેરમેન એસ કે મહેતાએ જણાવ્યું હતું કે, DPT માત્ર ભારતનું જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાનું લિક્વિડ હબ બનવા માટે તૈયાર છે. વધતા વેપારની માગને પહોંચી વળવા દીનદયાલ પોર્ટ નવી ઓઈલ જેટી નં. 7 અને 8 અનુક્રમે રૂપિયા 88 કરોડ અને રૂપિયા 191 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ સાથે બંદરે ઓઇલ જેટી નં. 9 થી 11ને PPP મોડ હેઠળ વિકસાવવામાં આવશે.

English summary
DPT will develop two more oil jetties at Kandla.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X