Earthquake: રાજકોટમાં 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ભય
રાજકોટમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો.
રાજકોટઃ ગુજરાતમાં એક તરફ વાવાઝોડા 'તૌકતે'નુ જોખમ તોળાઈ છે ત્યાં બીજી તરફ સૌરાષ્ટ્રમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજકોટમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. આ ભૂકંપ વહેલી સવારે 3.37 વાગ્યાની આસપાસ અનુભવાયો હતો.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધરાતે રાતે સાડા ત્રણ વાગે ધરા ધ્રૂજી હતી. જેમાં જૂનાગઢ, દીવ, વેરાવળ જિલ્લાના ઉના, ગીર-સોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયા હતા. ભૂકંપના પગલે નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા ત્યાં જ આજે સાંજે વાવાઝોડુ તૌકતે ટકરાશે તેવી સંભાવના છે.












Click it and Unblock the Notifications
