રાજકોટના પૂર્વ TPO મનસુખ સગઠિયા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરાયો, 21.61 કરોડની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની અમદાવાદ ઝોનલ ઑફિસે પૂર્વ રાજકોટ ટીપીઓ મનસુખ ધનજી સાગઠિયા અને અન્ય બે વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ સ્પેશિયલ કોર્ટ (PMLA) મિર્ઝાપુર સમક્ષ પ્રોસિક્યુશન કમ્પ્લેઈન્ટ (PC) દાખલ કરી છે.

આ ફરિયાદ 24 નવેમ્બર 2025 ના રોજ નોંધાવવામાં આવી હતી. રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે આ તપાસ શરૂ કરવામાં આવી હતી. FIRમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા સરકારી કર્મચારી સાગઠિયાએ 1 એપ્રિલ 2012 થી 31 મે 2024 સુધીના સમયગાળા દરમિયાન 24.31 કરોડની અપ્રમાણસર સંપત્તિ ભેગી કરી હતી.
ED અનુસાર, સાગઠિયાએ 27 ફેબ્રુઆરી 2015 થી 27 જૂન 2022 દરમિયાન તેના પુત્ર કેયુર મનસુખ સાગઠિયા અને પત્ની ભાવના મનસુખ સાગઠિયાના નામે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં અનેક રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતા ખોલાવ્યા હતા.
આ ખાતાઓના સ્ટેટમેન્ટ દર્શાવે છે કે રોકડમાં નિયમિતપણે ડિપોઝિટ કરવામાં આવતી હતી અને પછીથી બંધ કરાયેલા ખાતાઓની રકમનો ઉપયોગ સ્થાવર મિલકતો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. તપાસમાં વધુમાં બહાર આવ્યું છે કે સાગઠિયાએ ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલી રકમ અનેક સ્થાવર અને જંગમ સંપત્તિઓમાં રોકાણ કરી હતી.
તેના અને તેના પત્ની અને પુત્રના નામે ખોલવામાં આવેલા અનેક બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર ભંડોળને લોન્ડર કરવા માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. અત્યાર સુધીમાં ED એ PMLA ની કલમ 5 હેઠળ 21.61 કરોડની ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલી રકમ શોધી કાઢીને જપ્ત કરી છે.
જપ્ત કરાયેલી સંપત્તિઓમાં રોકડ, સોનું, હીરા, ચાંદીના દાગીના, વિદેશી ચલણ, લક્ઝરી ઘડિયાળો અને વિવિધ સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. આ જપ્તી 29 એપ્રિલ, 2025 ના રોજ કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
