BJPના પૂર્વ MLAની હત્યા કરવા જેલમાંથી ભાગી જનાર ગેંગસ્ટર નિખિલ ડોંગાના જામીન નામંજૂર
ગેંગસ્ટર નિખિલ ડોંગા અને અન્ય 6 લોકોની જામીન અરજીને ભૂજની સેશન્સ કોર્ટે ગુરુવારે નામંજૂર દીધી.
રાજકોટઃ ગેંગસ્ટર નિખિલ ડોંગા અને અન્ય 6 લોકોની જામીન અરજીને ભૂજની સેશન્સ કોર્ટે ગુરુવારે નામંજૂર દીધી. પોલિસે તેમના સોગંદનામામાં ગોંડલના પૂર્વધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરવા માટે ગેંગસ્ટર જેલમાં ભાગી ગયો હતો તેમ જણાવીને આ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે માર્ચમાં ભૂજની પાલર જેલમાંથી ભાગી ગયા બાદ નૈનીતાલથી નિખિલ ગોંડા ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ 1 એપ્રિલથી જેલમાં છે. અન્ય 6 આરોપીઓ કે જેમણે નિખિલ ગોંડાને જેલમાંથી ભાગવામાં મદદ કરી હતી તેમના પર વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અધિક સેશન્સ જજ એમ એમ પટેલે ગેંગસ્ટરના જામીન નામંજૂર કરી દીધા હતા. ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલિસ જે એન પંચાલ કે જેઓ આ કેસના ઈન્વેસ્ટીગેટીંગ ઑફિસર છે તેમણે નિખિલ ગોંડા ગેંગસ્ટરની જામીન અરજીનો વિરોધ કરતી એફિડેવિટ ફાઈલ કરાવી હતી જેમાં નોંધવામાં આવ્યુ હતુ કે ડોંગા જયરાજસિંહ જાડેજાની હત્યા કરવા માંગતો હતો. તમને જણાવી દઈએ કે જયરાજસિંહ જાડેજાના પત્ની ગોંડલમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય છે. એફિડેવિટમાં જણાવવામાં આવ્યુ છે કે ડોંગા ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા જયરાજસિંહની હત્યા કરવા માંગતો હતો અને માટે તે અને તેના સાગરીતો જેલમાંથી ભાગી ગયા હતા.
શરૂઆતમાં જ્યારે ગેંગસ્ટરને જેલમાં જેતપુર કોર્ટમાં લઈ જવામાં આવતો હતો એ વખતે ડોંગાની ગેંગે તેના ભાગવાની યોજના બનાવી હતી. પરંતુ યોજના કોરોનાની સ્થિતિના કારણે તેમની આ યોજના નિષ્ફળ નીવડી હતી. માટે તેમણે તેમનો પ્લાન બદલ્યો અને ડોંગા હોસ્પિટલના જેલ વૉર્ડમાંથી ભાગી ગયો હતો તેમ એફિડેવિટમાં ઉમેરવાાં આવ્યુ હતુ. ભૂજ પોલિસે 13 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં 5 પોલિસ પણ શામેલ છે જેમણે ડોંગાને આ વર્ષે માર્ચમાં ભૂજની જી કે જનરલ હોસ્પિટલના જેલ વૉર્ડમાંથી ભાગી જવામાં મદદ કરી હતી. બાદમાં 1 એપ્રિલે ઉત્તરાખંડના નૈનીતાલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
