ગુડ ન્યૂઝ : કેશોદ એરપોર્ટ આ તારીખથી થશે કાર્યરત
જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનું ઉદ્ઘાટન 16 એપ્રીલના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.
રાજકોટ : જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનું ઉદ્ઘાટન 16 એપ્રીલના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. શરૂઆતમાં મુંબઈ-કેશોદ-મુંબઈ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે.

કેશોદ એરપોર્ટને ભારત સરકારની એરપોર્ટ યોજનાના પુનરુત્થાન હેઠળ રૂપિયા 25 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. મુંબઈ અને કેશોદ વચ્ચે 72 સીટર એરક્રાફ્ટ ઉડાન ભરશે. એરપોર્ટ ઓથોરિટી રનવેનું રિકાર્પેટીંગ કામ પૂર્ણ થયા બાદ અમદાવાદમાં વધુ એક ફ્લાઈટ ઉમેરવાનું આયોજન કરી રહી છે.
સાસણ-ગીર, એશિયાટીક સિંહોનું છેલ્લું નિવાસસ્થાન કેશોદથી 50 કિમી દૂર છે. ફ્લાઇટ કનેક્ટિવિટી સાસણ તેમજ ગીર નેશનલ પાર્કમાં પ્રવાસનને વેગ આપશે, તેવી અપેક્ષા છે. હાલમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને રાજકોટ એરપોર્ટ પર ઉતરવું પડે છે અને ત્યારબાદ સાસણ જવા માટે 3-4 કલાકનો રોડ પ્રવાસ કરવો પડે છે.
કેશોદથી એરપોર્ટ માત્ર 55 કિમી દૂર હોવાથી સોમનાથ મંદિરમાં પ્રવાસીઓનો ધસારો વધવાની અપેક્ષા છે. આ અગાઉ કેશોન એરપોર્ટનું સંચાલન 12 માર્ચના રોજ શરૂ થવાનું હતું, પરંતુ પછીથી તે મોકૂફ રાખવામાં આવ્યું હતું.
રાજે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજે બુધવારના રોજ ઉદ્ઘાટન સમારોહની તૈયારી માટે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. "એર કનેક્ટિવિટી વિદેશ અને દેશના અન્ય ભાગોમાંથી આવતા પ્રવાસીઓને સિંહ જોવા અથવા ગિરનાર અને સોમનાથ મંદિરની મુલાકાત લેવા માટે મદદ કરશે. હાલમાં ગીર સોમનાથ જિલ્લાના સૌથી નજીકના બે એરપોર્ટ રાજકોટ અને પોરબંદર છે, જે મુખ્ય પ્રવાસન સ્થળોથી 100 કિમીથી વધુ દૂર છે.












Click it and Unblock the Notifications
