Gujarat AAP : કેજરીવાલે જાહેર કર્યું સરકારી પરીક્ષાઓનું કેલેન્ડર
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારના રોજ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જો તેમની આમ આદમી પાર્ટી (AAP) સત્તા પર આવશે, તો વિવિધ પરીક્ષાઓ સરળતાથી યોજીને સરકારી ભરતી માટેના કેલેન્ડરની જાહેરાત કરી છે.
Gujarat AAP : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારના રોજ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જો તેમની આમ આદમી પાર્ટી (AAP) સત્તા પર આવશે, તો વિવિધ પરીક્ષાઓ સરળતાથી યોજીને સરકારી ભરતી માટેના કેલેન્ડરની જાહેરાત કરી છે.

ગુનેગારોને ચોપડે લાવવા માટે ફરીથી ખોલવામાં આવશે
ભાવનગરના ટાઉન હોલમાં એક સભાને સંબોધતા, કેજરીવાલે પેપર લીકને રોકવા માટે 10 વર્ષની જેલની સજાની જોગવાઈ સાથે કડકકાયદો લાવવાનું વચન પણ આપ્યું હતું.
આ સાથે કેજરીવાલે જણાવ્યું હતું કે, વર્ષ 2015 થી નોંધાયેલા આવા તમામ કેસોના ગુનેગારોનેચોપડે લાવવા માટે ફરીથી ખોલવામાં આવશે.

વ્યાપમ કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ છે ગુજરાતનું પેપર લીક કૌભાંડ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દેશમાં દિવાળી દરમિયાન જેટલા ફટાકડા ફોડવામાં આવે છે, તેના કરતાંગુજરાતમાં વધુ પેપર ફુટે છે.
આ સાથે AAP કન્વીનરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પેપર લીક કૌભાંડથઇ રહ્યું છે, તે મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ કરતાં પણ ઘણું મોટું કૌભાંડ છે.

આગામી પાંચ વર્ષમાં 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન
શિક્ષણ અને રોજગારનો ઉલ્લેખ કરતા કેજરીવાલે આગામી પાંચ વર્ષમાં 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરવાનું વચન આપ્યું હતું અનેભરતી કેલેન્ડર જાહેર કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, જો AAP સરકાર બનાવે છે, તો તેઓ ફેબ્રુઆરી 2023માં તલાટી પરીક્ષાનું આયોજનકરશે અને તે જ મહિનામાં આપવામાં આવેલી પોસ્ટિંગ સાથે એપ્રીલમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

શિક્ષકો માટે TET પરીક્ષા લેવામાં આવશે
કેજરીવાલે જણાવ્યું હતું કે, મે મહિનામાં અમે જાહેરાત કરી હતી કે, શિક્ષકો માટે TET પરીક્ષા લેવામાં આવશે અને પરિણામ જુલાઈમાંજાહેર કરવામાં આવશે. ગુજરાતના સરકારી શિક્ષકો હાલમાં તેમના પસંદગીના જિલ્લામાં પોસ્ટિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

નવેમ્બરમાં PSI અને ASIની પરીક્ષા લેવાની જાહેરાત કરી
કેજરીવાલે દરેક શિક્ષકને પોતાનો જિલ્લો પસંદ કરવાની તક આપવાનું વચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં ખાલી જગ્યાઓ ભરવાનું શરૂ થશે. તેમણે નવેમ્બરમાં PSI અને ASIની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી.

અમે ભરતી પારદર્શક રીતે હાથ ધરીશું
કેજરીવાલે દાવો કર્યો કે ગુજરાતના એક મંત્રીએ કહ્યું હતું કે. સરકારી નોકરીઓમાં સત્તાધારી પક્ષના લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.સરકારી નોકરીઓ કોઈ પક્ષની નથી પણ ગુજરાતના યુવાનોની છે. અમે ભરતી પારદર્શક રીતે હાથ ધરીશું અને પ્રક્રિયામાં ફેરફાર કરીશું.

એજન્સી ખોટા કેસના આધારે રેડ કરે છે
દિલ્હીના ડેપ્યુટી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડાનો ઉલ્લેખ કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે, એજન્સી ખોટા કેસના આધારે રેડકરે છે, જ્યારે તેમણે કંઈ ખોટું કર્યું નથી, પરંતુ ગુજરાતમાં સરકારી પરીક્ષાઓમાં પેપર લીક થવાની તપાસનું કામ સીબીઆઈને કેમ નસોંપવામાં આવ્યું? શું તે એટલા માટે હતું કારણ કે, આ ગુના પાછળના લોકો તેમના નજીકના સહયોગીઓ છે?

તેમના વિરુદ્ધ CBIનો ખોટો ઉપયોગ કરી રહી છે કેન્દ્ર સરકાર
સભાને સંબોધિત કરતી વખતે સિસોદિયાએ દાવો કર્યો હતો કે, AAP સરકારે દિલ્હીમાં સરકારી ક્ષેત્રમાં બે લાખ અને ખાનગી ક્ષેત્રમાં 10લાખ નોકરીઓ આપી છે.
તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાતના યુવાનોમાં AAPને મળેલા જંગી પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારતેમની વિરુદ્ધ CBIનો ખોટો ઉપયોગ કરી રહી છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
