For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટના RK ગ્રુપ સહિત 40 સ્થળે ITની રેડ બીજા દિવસે પણ યથાવત, 3 દિવસ ચાલશે સર્ચ ઑપરેશન

રાજકોટમાં મંગળવારે સવારે 6 વાગે RK ગ્રુપ, ટ્રીનટ્રી ગ્રુપના પ્રફૂલ્લભાઈ ગંગદેવ સહિત કુલ ચાલીસથી વધુ સ્થળોએ આઈટી રેડ પાડવામાં આવી હતી. આ રેડ આજે બીજા દિવસે પણ ચાલશે.

|
Google Oneindia Gujarati News

રાજકોટમાં મંગળવારે સવારે 6 વાગે RK ગ્રુપ, ટ્રીનટ્રી ગ્રુપના પ્રફૂલ્લભાઈ ગંગદેવ સહિત કુલ ચાલીસથી વધુ સ્થળોએ આઈટી રેડ પાડવામાં આવી હતી. આ રેડ આજે બીજા દિવસે પણ ચાલશે. શહેરના જાણીતા બિલ્ડરોને ત્યાં દરોડાથી બિલ્ડર લૉબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. મુંબઈ, અમદાવાદ, સુરત અને વડોદરાના આવકવેરા વિભાગના 200થી વધુ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા બિલ્ડરોની ઑફિસ, ઘર, બાંધકામ સાઈટ, ભાગીદારોના રહેઠાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કેટલાક મોટા માથા ભૂગર્ભમાં જતા રહ્યા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

IT

તપાસમાં જાણવા મળ્યુ હતુ કે આરકે ગ્રુપ સાથે જે કોઈ મિલકતની ખરીદ-વેચાણ કરતા એમાં કેશ ઓન ટ્રાન્ઝેક્શન થતા હતા એટલે કે દસ્તાવેજ પરની રકમ કેશમાં જ ચૂકવાતી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી આરકે ગ્રુપના તમામ વ્યવહારો પર આવકવેરાની નજર હતી. આરકે ગ્રુપની ફાઈનાન્સ પેઢીના કાચી ચિઠ્ઠીના કોરોડો રૂપિયાના વ્યવહારો પકડાયા છે. આરકે ગ્રુપ કેશ પર થતા ટ્રાન્ઝેક્શનનો ટેક્સ નહિ ભરીને ટેક્સચોરી કરતા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ તે અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યુ હતુ. રાજકોટમાં આરકે ગ્રુપની સાઈટ, પ્રોજેક્ટ, રહેણાંક વિસ્તારો, ભાગીદારોની રહેણાંક અને ઓફિસ વગેરે સહિત કુલ 40થી વધુ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ માટે 300 અધિકારીઓ હતા તેમછતાં અધિકારીઓ ઓછા પડતા બીજા નવા અધિકારીઓને બોલાવ્યા હતા.

આરકે ગ્રુપના સર્વાનંદભાઈ, જયેશભાઈ સોનવાણી, કમલભાઈ, બ્રિજલાલભાઈના ઘર અને ઓફિસ, કૉન્ટ્રાક્ટર રમેશભાઈ પાંચાણીની ઓફિસ અને બંગલામાં, આરકે ગ્રુપના બે કર્મચારીના ઘર, જાગનાથ માર્બલવાળાને બે સ્થળે, આશિષ ટાંકના ઘર અને ઓફિસ, જાગનાથ માર્બલવાળાના માલિક અને તેના ભાગીદાર કિંજલ ફળદુના ઘરે, સીમરન ઈલેક્ટ્રોનિક-સેન્ડીવાળા તરીકે ઓળખાતા હરિસિંહ સુચારિયાના બંગલે, ટ્રીનટ્રી ગ્રુપના માલિક પ્રફૂલ્લભાઈ ગંગદેવ અને અનંત ગ્રુપ, વિક્રમ લાલવાણીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

English summary
IT raid at 40 places including RK Group in Rajkot continue, operation will continue for 3 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X