For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાવનગર: વિદ્યાર્થીઓને ભાજપમાં જોડાવાની નોટિસ આપનાર પ્રિન્સિપાલ સસ્પેન્ડ

ભાવનગરની એક કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલ કે જેમણે વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનવા માટે જણાવ્યું હતું તેમણે સોમવારના રોજ કોંગ્રેસના કાર્યકરો અને NSUI સભ્યોના વિરોધને પગલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : ભાવનગરની એક કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલ કે જેમણે વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનવા માટે જણાવ્યું હતું તેમણે સોમવારના રોજ કોંગ્રેસના કાર્યકરો અને NSUI સભ્યોના વિરોધને પગલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ભાવનગર યુનિવર્સિટી દ્વારા આ ઘટનાની તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી તેમને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા.

બધા વિદ્યાર્થીઓએ ભાજપમાં પેજ કમિટી મેમ્બર તરીકે રજિસ્ટ્રેશન કરાવો

બધા વિદ્યાર્થીઓએ ભાજપમાં પેજ કમિટી મેમ્બર તરીકે રજિસ્ટ્રેશન કરાવો

એનસી ગાંધી અને બીવી ગાંધી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલ રંજન ગોહિલે 24 જૂનના રોજ તમામ વિદ્યાર્થીઓનેનોટિસ પાઠવી હતી.

નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, બધા વિદ્યાર્થીઓએ ભાજપમાં પેજ કમિટી મેમ્બર તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટેતેમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવવાનો રહેશે.

ભાજપના સભ્યપદ અભિયાનમાં જોડાવા માટે...

ભાજપના સભ્યપદ અભિયાનમાં જોડાવા માટે...

આ નોટિસમાં જણાવાયું છે કે, ભાવનગર મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં રહેતા વિદ્યાર્થીઓ સભ્ય બનવાને પાત્ર છે. ભાજપના સભ્યપદઅભિયાનમાં જોડાવા માટે, તમામ વિદ્યાર્થીઓએ આવતીકાલથી તેમના મોબાઇલ ફોન સાથે કેલેજમાં આવવું જોઈએ.

હું આ સૂચના દ્વારા તે નોટિસ પાછી ખેંચું છું

હું આ સૂચના દ્વારા તે નોટિસ પાછી ખેંચું છું

પોલિટિકલ સાયન્સ ભણાવતા ગોહિલની આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. તેણીએ સોમવારની સવારેએક જવાબ જાહેર કરીને તે જ નોટિસ પાછી ખેંચી હતી જેમાં કહ્યું હતું કે, મને આવી નોટિસ જાહેર કરવા માટે કોઈની પાસેથી સૂચના મળીનથી. નોટિસ મારી ગેરસમજથી જાહેર કરવામાં આવી હતી અને હું આ સૂચના દ્વારા તે નોટિસ પાછી ખેંચું છું.

કમિટી બનાવીને આ મામલે આંતરિક તપાસ કરવા જણાવ્યું

કમિટી બનાવીને આ મામલે આંતરિક તપાસ કરવા જણાવ્યું

સોમવારની બપોરે કોંગ્રેસના કાર્યકરો અને એનએસયુઆઈના સભ્યોએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરસમક્ષ વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યકારી પ્રિસિપાલ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. જ્યારે વાઇસ ચાન્સેલર એમ એમ ત્રિવેદીનોસંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે, મેં કોલેજના તમામ ટ્રસ્ટીઓને બોલાવ્યા હતા અને તેમને કમિટી બનાવીને આ મામલે આંતરિકતપાસ કરવા જણાવ્યું હતું. કાર્યકારી આચાર્યને જ્યાં સુધી સમિતિ તપાસ પૂરી ન કરે ત્યાં સુધી રજા પર મોકલી દેવામાં આવ્યા હતા, જેથી તેપુરાવા સાથે છેડછાડ ન કરી શકે.

અમે તેના કૃત્યને સમર્થન આપતા નથી : ટ્રસ્ટી

અમે તેના કૃત્યને સમર્થન આપતા નથી : ટ્રસ્ટી

કોલેજના ટ્રસ્ટી ધીરેન વૈષ્ણવે કહ્યું કે, આ કોલેજ એક બિન-રાજકીય શૈક્ષણિક સંસ્થા છે અને અમે તેના કૃત્યને સમર્થન આપતા નથી. તેણીએપોતે જ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જ્યારે તેણીને સમજાયું કે તેણીએ ભૂલ કરી છે.

ભાવનગર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

આ સમગ્ર ઘટનાનો ભાવનગર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે જનરલ સેક્રેટરી ભાવનગર શહેર કોંગ્રેસ કમિટીનામોહમદીઇલિયાસ મલેકે જણાવ્યું હતું કે, ગાંધી મહિલા કોલેજના આચાર્ય દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનવામાટે નોટિસ બોર્ડ પર નોટિસ મૂકી હતી. જેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કુલપતિને આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગણીસાથે આવેદનત્ર આપવામાં આવ્યું હતું. જેની અસરથી તેમને પદ પરથી દૂર કરાયા છે.

English summary
The principal asked the students to join the BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X