For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણપતિ વિસર્જન માટે RMCએ જાહેર કર્યા પ્રતિબંધક આદેશો

ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘર અને મંદિરને શણગારવામાં આવે છે. ઘરમાં બપ્પાના આગમન પહેલા પૂજા ઘરને ફૂલોથી શણગારવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘર અને મંદિરને શણગારવામાં આવે છે. ઘરમાં બપ્પાના આગમન પહેલા પૂજા ઘરને ફૂલોથી શણગારવામાં આવે છે. મંદિરને સુંદર બનાવવા માટે વિવિધ શણગાર કરવામાં આવે છે, જેથી બાપ્પા પ્રસન્ન થાય છે. કોરોના સંક્રમણને ધ્યાનામાં રાખીને ગણેશ ચર્તુર્થીની જાહેર ઉજવણીઓ પર કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેમાં RMC દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

Ganapati

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્થળોએ સ્થાપના કરાવામાં આવેલા ભગવાન ગણેશની મૂર્તિનુ વિસર્જન કરવા અંગે રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઠાકરે પ્રતિબંધક આદેશો જાહેર કર્યા છે.

પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતોમાં થતું પ્રદૂષણ અટકાવવા, જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવા અને જળ સૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવાના હેતુસર આ આદેશો જારી કરાયા છે, જે મુજબ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવુ નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈ પણ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવું નહીં, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી કે કૂવામાં મૂર્તિ વિસર્જન કરવું નહીં, વિસર્જન માટે રાજ્ય સરકાર તથા હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરવુ નહીં.

સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી જરૂરી પરવાનગી મેળવેલી હોય તેવી વ્યક્તિને કે સંસ્થાને, ફરજ ઉપર હોય તેવા ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને અને કોઈ સ્મશાનયાત્રાને આ આદેશો લાગુ પડશે નહીં. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ હુકમો લાગુ પડશે, જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે અને જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.

English summary
Additional District Magistrate of Rajkot K.K. B. Thackeray has issued restraining orders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X