રાજકોટ: વીડીઓમાંથી 35.82 લાખ કિલોગ્રામ ઘાસ એકત્ર કરાયું
Rajkot: રાજકોટ જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન વીડીઓમાંથી રૂપિયા 356.84 લાખના ખર્ચે કુલ 35.82 લાખ કિલોગ્રામ ઘાસ એકત્ર કરવામાં આવ્યું છે, જેના થકી 60259 માનવદિન પણ ઉત્પન્ન કરવામાં આવ્યું છે. જેના માટે મજૂરોને આશરે રૂપિયા 214 લાખની ચૂકવણી કરવામાં આવી છે, તેમ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહ ખાતે સભ્ય ગીતાબા જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 19 અનામત વીડી આવેલી છે, જેનો કુલ વિસ્તાર 6829.63 હેક્ટર છે.
આ ઉપરાંત જિલ્લામાં 123 બિન અનામત વીડી આવેલી છે, જેનો કુલ વિસ્તાર 5056.07 હેક્ટર છે. આમ રાજકોટ જિલ્લામાં અનામત અને બિનઅનામત મળી કુલ 142 વીડી છે, જેનો કુલ વિસ્તાર 11885.70 હેક્ટર છે.












Click it and Unblock the Notifications
