Rajkot: રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં 250 બેડની સુવિધા શરૂ થશે
Rajkot: ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓને લઈને મહત્વના સમાચાર છે. ગુજરાતની પ્રથમ રાજકોટ એઈમ્સ હોસ્પિટલ ટૂંક સમયમાં બેડની સુવિધા પૂરી પાડવાનું શરૂ કરી શકે છે. રાજકોટ એઈમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે. જેમાં 250 બેડની સુવિધા ઉપલબ્ધ થશે. સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દર્દીઓ રાજકોટ એઈમ્સ હોસ્પિટલ સારવાર લેશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આવતા મહિને ઉદ્ઘાટન માટે પીએમઓ પાસે સમય માંગ્યો છે. ત્યારે રાજકોટ એઈમ્સ હોસ્પિટલ શરૂ થયા બાદ સારા ડૉકટર્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આર્થિક રીતે પછાત લોકોને સારી સારવાર મળી શકે.

રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં બેડની સુવિધા શરૂ થવાના કારણે અનેક દર્દીઓને ફાયદો થશે. રાજ્યમાં બેવડી ઋતુના કારણે દરેક ઘરમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. રાજકોટમાં પણ રોગચાળો ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંડેરી અને પરા પીપળીયા ગામની રેવન્યુ વિસ્તારમાં 201 એકર જમીન પર રાજકોટ એઈમ્સ હોસ્પિટલની મુખ્ય ઇમારત સહિત કુલ 25 બિલ્ડિંગ અંદાજિત રૂપિયા 1,195 કરોડના ખર્ચે બની રહી છે.
રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં ઓપીડી શરૂ થઈ ગઈ હોવા છતાં હોસ્પિટલ શહેરથી ઘણી દૂર આવેલી હોવાથી હાલમાં તેને ખૂબ જ નીરસ પ્રતિસાદ મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં દરરોજ માત્ર 100 જેટલા દર્દીઓ ઓપીડી સેવા માટે આવે છે.
જિલ્લા સત્તાધિકારીના જણાવ્યા મુજબ, AIIMS રાજકોટે દર્દીઓના તમામ પાસાઓની કાળજી લેવા માટે પૂરતી સંખ્યામાં ફેકલ્ટી, વરિષ્ઠ
અને જુનિયર રેસિડેન્ડ, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને હોસ્પિટલ સપોર્ટ સ્ટાફની નિમણૂક કરી છે. રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં પાંચ માળ છે, જેમાં રેડિયોથેરાપીની સુવિધા બેઝમેન્ટમાં હશે, જ્યારે ડૉકટર્સનો રૂમ, લેબોરેટરી કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે.
ICU, વિવિધ વોર્ડ, કન્સલ્ટન્ટ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ ઓપરેશન થિયેટર પહેલા માળે હશે. લેક્ચરર્સ રૂમ, વિવિધ વોર્ડ, ઓપરેશન થિયેટર બીજા માળે હશે, જ્યારે વોર્ડ અને ડોક્ટર્સ રૂમ ત્રીજા, ચોથા અને પાંચમા માળે હશે.












Click it and Unblock the Notifications
