Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rajkot Covid Update : જાણો રાજકોટ અને રાજ્યમાં શું છે કોરોના અપડેટ?

ભાવનગર અને જામનગર જિલ્લામાં એક-એક કોવિડ દર્દીનું મૃત્યુ થયું હોવા છતાં સોમવારના રોજ રાજકોટ શહેરમાં ઓછામાં ઓછા 108 લોકોનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

Rajkot Covid Update : ભાવનગર અને જામનગર જિલ્લામાં એક-એક કોવિડ દર્દીનું મૃત્યુ થયું હોવા છતાં સોમવારના રોજ રાજકોટ શહેરમાં ઓછામાં ઓછા 108 લોકોનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, રાજકોટ શહેરમાં સોમવારના રોજ 604 દર્દીઓ સ્વસ્થ થયા હતા અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,578 થઈ ગઈ છે.

covid Update

ભાવનગરમાં 30 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા

આ સાથે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ 19ના 77 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં 42 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ભાવનગરમાં 30 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા.

ગુજરાતમાં 2909 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા, કુલ 12 લાખને પાર થયા છે. અમદાવાદ શહેરમાંથી 959, સુરતમાં 153, વડોદરામાં 603 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 8862 લોકો કોરોના મુક્ત થયા છે. જે બાદ રાજ્યમાં કુલ 11,53,818 દર્દી સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 21 દર્દીના મોત થયા છે. જે બાદ કોરોનાને કારણે મૃત્યુ પામનારાની સંખ્યા 10688 થઇ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 38,644 છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X