રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી, PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

ગુજરાતમાં સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ વધુ એક હોસ્પિટલને ગેરરીતિઓના કારણે સસ્પેન્ડ કરવામાં આવી છે.

રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે સખત પગલાં ભરતાં આરોગ્ય વિભાગે હોસ્પિટલને 6 મહિના માટે PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરી છે.

PMJAY

આ કાર્યવાહી કરતા શાંતિ હોસ્પિટલ પર ₹23.15 લાખનો દંડ ફટકારાયો છે. અહીં તપાસ દરમિયાન હોમ પોર્ટલ પર નોંધાયેલા ડૉક્ટર હાજર નહોતા.

અહેવાલો અનુસાર, GPCBનું પ્રમાણપત્ર રિન્યુ કરવા માટે અરજી નહોતી કરાઈ. આ સિવાય હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં ગોટાળો સામે આવ્યો હતો. તપાસમાં એક્સ-રે મશીન જનરલ વોર્ડમાં મુકાયું હોવાનું સામે આવ્યુ હતું. સર્જરી કરકા ડોક્ટરોના નામ પોર્ટલમાં ન હોવાનું પણ સામે આવ્યુ છે.

આ બાબતે ગુજરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી. આરોગ્ય વિભાગે PMJAY હેઠળ સારવારમાં મુશ્કેલીનો સામનો કરનાર દર્દીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

જો કોઈ દર્દી PMJAY હેઠળ સારવારમાં મુશ્કેલી અનુભવે તો WhatsApp નંબર 9227723005 પર લેખિત માહિતી મોકલી શકે.

આ ઘટના આરોગ્ય તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા કરે છે. સરકાર દ્વારા હેલ્થ કેયર સિસ્ટમમાં ગેરરીતિ રોકવા માટે વધુ કડક પગલાં લેવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X