રાજકોટ: સત્ય નારાયણની કથા બંધ કરાવવા મુદ્દે વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાનો વિરોધ, જાણો કારણ
Rajkot: ગુજરાતમાં અંધશ્રદ્ધા સામે લડત આપતી સંસ્થા વિજ્ઞાનજાથાનો હાલ બ્રહ્મસમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. રાજકોટના પારડી ગામે PGVCL કચેરીમાં વિજ્ઞાનજાથા ડિરેક્ટર જયંત પંડ્યાએ કથા બંધ કરાવના આક્ષેપ સાથે હાલ તેમનો વિરોધ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, પારડી સબ ડિવિઝનમાં 25 ઓક્ટોબરના રોજ સત્યનારાયણની કથા રાખવમાં આવી હતી. સબ સ્ટેશનના લાઈન ઈન્સ્પેક્ટર સી. આર. જાડેજા નિવૃત થયા હતા.
સી. આર. જાડેજાની નિવૃતિને પગલે સ્ટાફે સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું, જ્યારે કચેરીમાં કથા ચાલતી હતી, ત્યારે વિજ્ઞાનજાથાના ડિરેક્ટર જયંત પંડ્યા કચેરીએ પહોંચ્યા હતા અને કહ્યુ હતુ કે, કાયદાકીય રીતે આ ખોટુ છું, તમે સરકારી કચેરીમાં આ પ્રકારે કથા ન કરી શકો.
જયંત પંડ્યાના નિવેદનને લઈને બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સત્યનારાયણની કથા બંધ કરાવવાના આરોપ સાથે બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે સોશિયલ મીડિયામાં અનેક ટિપ્પણીઓ કરી છે.

સમગ્ર મામલે નિવેદન આપતા હેમાંગ રાવલે કહ્યું હતુ કે, જ્યંત પંડ્યાએ કથામાં વિધ્ન ઉભુ કર્યું છે.સનાતન ધર્મમાં સત્યનારાયણની કથાનું વિશેષ મહત્વ છે.
જયંત પંડ્યા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. જયંત પંડ્યાને ઉચાપતના કેસમાં 7 વર્ષની સજા થઈ હતી, સજા પામેલો વ્યક્તિ કોઈ ટ્રસ્ટનો ચેરમેન કેવી રીતે હોઈ શકે?
સમગ્ર મામલે જયંત પંડ્યાનું નિવેદન પણ સામે આવ્યું છે. જયંત પંડ્યાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું, ધાર્મિક બાબતે વિજ્ઞાનજાથા ક્યારેય પણ વિવાદમાં ઉતર્યું નથી. પારડી વીજ કચેરીએ વર્કિંગ કામ દરમિયાન કથા કરવામાં આવી હતી.
લોકો પોતાના કામ માટે લાઈનમાં ઉભા હતા અને સ્ટાફ કથામાં મસગુલ હતો. આ અંગેની જાણ વિજ્ઞાનજાથા દ્વારા ડેપ્યુટી એન્જિનિયરને કરવામાં આવી હતી.
કથા બંધ કરવાનો નિર્ણય ડેપ્યુટી એન્જિનિયર ત્રાંબડીયા અને તેના પરિવારે લીધો છે. કથા વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરવામાં આવી નથી. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હેમાંગ રાવલના આ સ્ટંટ છે.












Click it and Unblock the Notifications
