For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામવન માટે પ્રવેશ ફી નક્કી કરાઇ, ખેડૂતે દલિતને માર માર્યો

RMC (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન) એ સોમવારના રોજ નવા બનેલા રામવન માટે પ્રવેશ ફીની જાહેરાત કરી છે. 3 થી 12 વર્ષની વયના બાળકો માટે ફી રૂપિયા 10 અને 12 વર્ષથી ઉપરના બાળકો માટે રૂપિયા 20 હશે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : RMC (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન) એ સોમવારના રોજ નવા બનેલા રામવન માટે પ્રવેશ ફીની જાહેરાત કરી છે. 3 થી 12 વર્ષની વયના બાળકો માટે ફી રૂપિયા 10 અને 12 વર્ષથી ઉપરના બાળકો માટે રૂપિયા 20 હશે. બગીચો સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લો રહેશે અને દર સોમવારના રોજ બંધ રહેશે.

31 ઓગસ્ટના રોજ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકાયું હતું

31 ઓગસ્ટના રોજ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકાયું હતું

RMCના જણાવ્યા અનુસાર, 17 ઓગસ્ટના રોજ ઉદ્ઘાટન થયા બાદ લગભગ બે લાખ લોકોએ આ બગીચાની મુલાકાત લીધી છે. આબગીચામાં 70,000 થી વધુ વૃક્ષો અને રામાયણ દર્શાવતી શિલ્પો છે. તે બે દિવસ માટે જાળવણી માટે બંધ છે અને 31 ઓગસ્ટથીમુલાકાતીઓ માટે ખોલવામાં આવશે.

જ્ઞાતિવાદી અપશબ્દો બોલવા પર ખેડૂત સામે ફરિયાદ

જ્ઞાતિવાદી અપશબ્દો બોલવા પર ખેડૂત સામે ફરિયાદ

રાજકોટ : અમરેલીના એક ખેડૂત પર એક દલિત વ્યક્તિ પર કથિત રીતે જાતિવાદી અપશબ્દો બોલવા અને માર મારવા બદલ SC/ST(અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મોટા ગોખરવાડા ગામમાં ચાના સ્ટોલની બહાર બેન્ચ પર તેની બાજુમાંબેઠો હતો, ત્યારે આરોપી રજની સાંગાણીએ કથિત રીતે સંજય જાદવ સાથે ઝઘડો કર્યો હતો.

રજનીએ જાદવને પાઇપ વડે માર માર્યો

રજનીએ જાદવને પાઇપ વડે માર માર્યો

જ્યારે જાદવ સાંગાણીની બાજુમાં બેઠો, ત્યારે રજનીએ તેને જાતિવાદી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે, હું ઉપવાસ કરી રહ્યો છું. તુંમારાથી દૂર બેસ, નહીંતર હું અભડાઇ જઇશ. જે બાદ જાતિવાદી રજનીએ ઉશ્કેરાઇ જઇને જાધવને પાઇપ વડે માર માર્યો હતો.

આ ઉપરાંતસાંગાણીએ કહ્યું કે, જાધવ તેની નજીક બેઠો હોવાથી હવે તેણે સ્નાન કરીને પોતાની જાતને શુદ્ધ કરવી પડશે.

English summary
RMC fixes entry fee for Ramvan, racist man beats up Dalit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X