સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાનુ ટાઈમટેબલ આજે જાહેર, ડાઉનલોડ કરી શકાશે હોલટીકીટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુલાઈ મહિનામાં લેવાનાર પરીક્ષાની વિગતો આજે પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરવામાં આવી.

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુલાઈ મહિનામાં લેવાનાર પરીક્ષાની વિગતો આજે પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરવામાં આવી. 8 જુલાઈથી શરૂ થતી પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે. બપોર પછી પરીક્ષાર્થીઓ હોલટીકીટ ડાઉનલોડ કરી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 8 જુલાઈથી શરૂ થતી સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષામાં એમકોમ, બીએડ સેમ-1 અને બીકોમ-1ના એકસ્ટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા સવારના સત્ર દરમિયાન જ્યારે બીએ અને એમએની પરીક્ષા બપોરના સત્રમાં લેવામાં આવશે.

saurashtra university

તમને જણાવી દઈએ કે એમકોમ, એમએ અને એમએલસી-2ની પરીક્ષા 15 તારીખથી શરૂ થવાની છે. જેમાં સવારના સત્રમાં એક પેપર લેવામાં આવશે. વળી, ત્રીજા તબક્કાની પરીક્ષા 22 જુલાઈથી શરૂ થવાની છે જેમાં કાયદા વિદ્યા શાખાના સેમ-6ની પરીક્ષા અને સેમ-4ની પરીક્ષા બપોરે લેવામાં આલશે. બીએ, બીકોમ, બીએસસી, એલએલબીની પરીક્ષા અંદાજે 33 હજાર વિદ્યાર્થીઓ આપવાના છે. અનુસ્નાતક કક્ષાની પરીક્ષાના પરિણામો જુલાઈ મહિનાના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતા કોરોના ગાઈડલાઈન સાથે આ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. ઓફલાઈન પરીક્ષાના પ્રથમ તબક્કામાં કુલ 32 હજાર વિદ્યાર્થીઓ 8 જુલાઈથી પરીક્ષા આપશે જ્યારે બીજા તબક્કામાં 19 જુલાઈએ 33 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ કુલ 65000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષા દરમિયાન એક ક્લાસમાં 20 વિદ્યાર્થી બેસી શકશે તેમજ સોશિયલ ડિસ્ટંસીંગ જળવાય તેનુ પૂરતુ ધ્યાન રાખવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X