ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારી તો વિદ્યાર્થિની પર છરી વડે હુમલો
કચ્છ જીલ્લાના ભુજ શહેરમાં રવિવારની સાંજે 21 વર્ષીય એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ રિજેક્ટ કરી હતી, જે બાદ આ રિકેવેસ્ટ મોકલનાર યુવકે આ વિદ્યાર્થિની પર છરી વડે હુમલો કર્યો હતો.
Crime News : કચ્છ જીલ્લાના ભુજ શહેરમાં રવિવારની સાંજે 21 વર્ષીય એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ રિજેક્ટ કરી હતી, જે બાદ આ રિકેવેસ્ટ મોકલનાર યુવકે આ વિદ્યાર્થિની પર છરી વડે હુમલો કર્યો હતો. આ વિદ્યાર્થિની રાજકોટ જીલ્લાના જેતપુર શહેરની રહેવાસી છે, જે ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરી રહી છે.

હુમલો કરનાર યુવકનું નામ નરેન્દ્રસિંહ જાડેજા છે. આ હુમલામાં વિદ્યાર્થિનીને હાથ પર ઇજા પહોંચી છે, જે કારણે હાલ વિદ્યાર્થિનીની સારવાર ચાલી રહી છે. આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ નરેન્દ્રસિંહ જાડેજાનો નંબર બ્લોક કર્યો હતો, જેથી તે આ વિદ્યાર્થિનીનો સંપર્ક કરી શકે નહીં, પરંતું રવિવારની રાત્રે નરેન્દ્રસિંહ આ વિદ્યાર્થિનીને મળ્યો હતો, ત્યારે મારો નંબર બ્લોક કેમ કર્યો? કહીને વિદ્યાર્થિની કંઇ સમજે તે પહેલા જ તેના પર છરી વડે હુમલો કરીને ફરાર થઇ ગયો હતો.
વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું હતું કે, તેને અને નરેન્દ્રસિંહ જાડેજા સાથે મિત્રતા હતી, પરંતું જાડેજા દ્વારા કથિત રીતે ત્રાસ આપવાને કારણે એક સગીરા આત્મહત્યા કરી હોવાનું તેની જાણમાં આવતા તે ડરી હતી અને તેને જાડેજા સાથે મિત્રતા તોડી નાંખી હતી. આ સાથે જ તેનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી નાંખ્યો હતો, જેથી જાડેજા તેનો સંપર્ક કરી શકે નહીં. પોલીસે જણાવ્યું હતું કે, હાલ જાડેજા ફરાર છે, ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
