સગીરા સાથે 2 નરાધમોએ કર્યો બળાત્કાર, બે કિશોરીએ કરી આત્મહત્યા

છેલ્લા 18 મહિનામાં 13 વર્ષની બાળકી પર અનેક વખત બળાત્કાર ગુજારવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ : છેલ્લા 18 મહિનામાં 13 વર્ષની બાળકી પર અનેક વખત બળાત્કાર ગુજારવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાળકીની માતાએ સોમવારની રાત્રે તેમની સામે ફરિયાદ નોંધાવ્યા બાદ અદજી ડેમ પોલીસે વરુણ ઠાકુર અને અમન સિંહ રાજપૂતની ધરપકડ કરી હતી.

સગીરા સાથે 2 નરાધમોએ કર્યો બળાત્કાર

સગીરા સાથે 2 નરાધમોએ કર્યો બળાત્કાર

આજી ડેમ પોલીસે ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, જ્યારે પણ સગીરા ઘરે એકલી રહેતી ત્યારે બંનેએ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

હાલ યુવતી સાત મહિનાની ગર્ભવતી છે અને તેણે તેની માતાને પોતાની સાથે થયેલા વરંવાર દુષ્કર્મો અંગેનો ખુલાસો કર્યો હતો. આરોપીઓ સ્થાનિક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે અને બિહારના વતની છે.

10માં ધોરણમાં ભણતી છોકરીએ ગળેફાંસો ખાધો

10માં ધોરણમાં ભણતી છોકરીએ ગળેફાંસો ખાધો

રાજકોટ : ગોંડલના ભગવતપરા વિસ્તારમાં તાજેતરમાં ધોરણ 10 ની પરીક્ષા આપનારી 16 વર્ષીય યુવતીએ મંગળવારના રોજ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પીડિતાના પિતાનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું અને તે તેની માતા અને નાના ભાઈ સાથે રહેતી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસને આપઘાતનું કારણ હજૂ સુધી જાણવા મળ્યું નથી.

સગીર યુવતીએ કર્યું આત્મવિલોપન

સગીર યુવતીએ કર્યું આત્મવિલોપન

રાજકોટ : શહેરના મોરબી રોડ પર આવેલા આશાપુરા પાર્કમાં સોમવારની રાત્રે 17 વર્ષીય યુવતીએ તેના પિતા દ્વારા ઠપકો આપતાં તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી.

આ સગીરાએ તાજેતરમાં ધોરણ 10 ની પરીક્ષા આપી હતી અને તેણે અભ્યાસ છોડવાનો નિર્ણય લીધો હતો. તેણીએ પોતાની જાતને કેરોસીન છાંટીને તેના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. ધુમાડો નીકળતો જોઈ બાજુના રૂમમાં સૂતેલા તેના માતા-પિતા જાગી ગયા અને દરવાજો તોડી નાખ્યો. તેને બચાવવા જતાં તેના પિતા સંજય પણ દાઝી ગયા હતા.

પોલીસે જણાવ્યું કે, તેના પિતાએ તેને કલાકો સુધી ઘરની બહાર બેસી રહેવા બદલ ઠપકો આપ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X