રાજકોટમાં અરવિંદ કેજરીવાલ પર ફેંકાઇ પાણીની બોટલ, ગરબા કાર્યક્રમમાં બની ઘટના
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવરાત્રિના શુભ અવસર પર એકવાર ફરીથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા.
રાજકોટ, 02 ઓકટોબર : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવરાત્રિના શુભ અવસર પર એકવાર ફરીથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા. બંન્ને મુખ્યમંત્રી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ વચ્ચે જ્યારે અરવિંદ કેજરીવાલ આપના કાર્યકર્તા સાથે ગરબા કાર્યક્રમમાં જઇ રહ્યા હતા, જે દરમિયાન તેમના પર પાણીની પ્લાસ્ટિકની બોટલ ફેંકી હતી.

કેજરીવાલ પર પાણીની બોટલ ફેંકવામાં આવી
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ખાતે ગરબા કાર્યક્રમના સ્થળ પર અરવિંદ કેજરીવાલ પર પાણીની બોટલ ફેંકવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ખોડલધામ મંદિરના ગરબા સ્થળ પર ઘટી હતી, જ્યારે અરવિંદ કેજરીવાલ શનિવારની રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા અને લોકોને શુભેચ્છા પાઠવી રહ્યા હતા.

કચ્છ જિલ્લાના દરેક ખૂણે નર્મદાનું પાણી પહોંચાડશે
અરવિંદ કેજરીવાલ દ્વારા રેલીમાં જણાવવામાં આવ્યું હતું કે, જો આમ આદમી પાર્ટી (gujarat AAP) ડિસેમ્બરમાં સત્તામાં આવશે, તો દરેક ગામમાં સરકારી શાળાઓ બનાવશે. આ સાથે સાથે કચ્છ જિલ્લાના દરેક ખૂણે નર્મદાનું પાણી પહોંચાડશે.
|
તમામ જિલ્લામાં સરકારી હોસ્પિટલ બનાવશે
આ કાર્યક્રમ દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે, જો આમ આદમી પાર્ટી સત્તા પર આવશે, તો તેમની સરકાર લોકોને મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર આપવા માટે ગુજરાતના તમામ 33 જિલ્લામાં સરકારી હોસ્પિટલ બનાવશે.












Click it and Unblock the Notifications
